Home /News /gujarat /Crime Decoding : પુત્ર પ્રાપ્તિ માટે કર્યા બે-બે લગ્ન, બાપ ન બની શકતા અંતે કર્યું કિડપેનિંગ

Crime Decoding : પુત્ર પ્રાપ્તિ માટે કર્યા બે-બે લગ્ન, બાપ ન બની શકતા અંતે કર્યું કિડપેનિંગ

પુત્ર પ્રાપ્તિ માટે કર્યા બે-બે લગ્ન

આ તપાસમાં ઓમપાલ, કુલદીપ અને વિકાસના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં બે આરોપીઓ ઓમપાલ અને કુલદીપની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે વિકાસ ફરાર હોવાનું કહેવાય છે.

    આજકાલ દેશ-દુનિયામાં ખરેખર કળિયુગની પરિકાષ્ઠા જોવા મળી રહી છે. માતાપિતા પણ હવે માનવતાની હદ વટાવી રહ્યાં છે. હેવાનિયાતનો એક આવો જ કિસ્સો ઉત્તરપ્રદેશમાંથી સામે આવ્યો છે. યુપીના સહારનપુર જિલ્લાના સદર બજારની પોલીસે એક બાળકના અપહરણનો આશ્ચર્ય પમાડે તેવો ખુલાસો કર્યો છે. પોલીસે આ કેસમાં રાશન ડીલરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો છે.

    પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રાશન ડીલરે પુત્રની ઈચ્છામાં બે લગ્ન કર્યા હતા, પરંતુ જ્યારે છોકરો ન થયો ત્યારે તેણે બાળકના અપહરણનું કાવતરું ઘડ્યું. આ માટે રાશન ડીલરે બે લોકોને ભાડે રાખ્યા હતા, જેમાંથી એકની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે હજી એક ફરાર છે. પોલીસ તેની શોધમાં જ છે.

    આ પણ વાંચો: ગુજરાતી અભિનેતાઓએ કર્યું ફેશન ડિઝાઇનરનું અપહરણ, પોલીસે ઝડપી પાડ્યા

    સહારનપુર જિલ્લાના બડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના અંબેહતા ચંદ ગામના રહેવાસી ઓમપાલ (55)એ પોલીસને જણાવ્યું કે પ્રથમ લગ્ન પછી તેને એક પુત્રી છે. આ લગ્નમાંથી તેને પુત્ર ન થયો તો બીજા લગ્ન કર્યા. પરંતુ બીજી પત્નીથી પણ કોઈ સંતાન ન થઈ શક્યું.

    બે લાખ માટે બાળકનું અપહરણ :

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓમપાલે મિર્ઝાપુર ગામના રહેવાસી કુલદીપનો સંપર્ક કર્યો અને સમગ્ર કારસો રચ્યો હતો. ઓમપાલે કુલદીપને જો કોઈ બાળકનું અપહરણ કરીને લાવશે તો તે તેને બે લાખ રૂપિયા આપવાની ઓફર કરી હતી. આ પછી કુલદીપે તેના મિત્ર વિકાસ ટંડન સાથે વાત કરી અને બંને વચ્ચે એક લાખ રૂપિયા લેવાનું નક્કી થયું.

    સાત વર્ષના બાળકનું અપહરણ

    ષડયંત્ર અનુસાર કુલદીપ અને વિકાસે સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના મિશન કમ્પાઉન્ડમાં અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો. તેઓએ હિના નામની મહિલાના સાત વર્ષના પુત્ર શિવનું ખેમકા સદનની બહારથી અપહરણ કર્યું હતું. આ પછી નક્કી થયેલા સોદા મુજબ રાશન ડીલર ઓમપાલે આ બાળક તેમની પાસેથી બે લાખમાં ખરીદી લીધું હતું.

    બે આરોપીઓની ધરપકડ, એક ફરાર

    પોલીસ તપાસમાં ઓમપાલ, કુલદીપ અને વિકાસના કાવતરાનો પર્દાફાશ થયો છે, જેમાં બે આરોપીઓ ઓમપાલ અને કુલદીપની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે વિકાસ ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં વિકાસ ટંડનની શોધમાં પોલીસે રવિવારે રાત્રે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા, પરંતુ તે હજી હાથ લાગ્યો નથી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Crime news

    विज्ञापन
    विज्ञापन