મોરારિબાપુના સમર્થનમાં જૂનાગઢમાં સાધુ-સંતોનું મહાસંમેલનનું એલાન

News18 Gujarati
Updated: September 10, 2019, 7:40 AM IST
મોરારિબાપુના સમર્થનમાં જૂનાગઢમાં સાધુ-સંતોનું મહાસંમેલનનું એલાન
મોરારિબાપુ (ફાઇલ તસવીર)

મોરારિબાપુ (MorariBapu) અને સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાય વચ્ચેનો વિવાદ વકર્યો, મહામંડલેશ્વર (Mahamandleshwar) જગુબાપુ મોટી જાહેરાત કરી, કાલે જૂનાગઢમાં સંમેલન

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મોરારિબાપુ (MorariBapu) અને સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાય વચ્ચેનો વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. મોરારિબાપુએ નીલકંઠવર્ણી (Nilkanthvarni) વિશે આપેલા નિવેદન બાદ સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય ખફા થયો છે. એક બાજુ સ્વામીનારાયણ સંપ્રદાય માફીની માગ સાથે પોસ્ટકાર્ડ (Postcard) યુદ્ધ પર ઉતરી આવ્યો છે તો બીજી બાજુ જૂનાગઢના (Junagadh) સાધુ સમાજ મોરારિબાપુના સમર્થનમાં બહાર આવ્યો છે. આજે જૂનાગઢમાં રૂદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના (Rudreshwar Jagir Bharti ashram) મહંત ઇન્દ્રભારતીબાપુ (indrabharti Bapu)એ મોરારિબાપુના સમર્થનમાં વીડિયો જાહેર કર્યા બાદ હવે મહામંડલેશ્વર જગુબાપુએ મોરારિબાપુના સમર્થનમાં સંતોના સંમેલનનું એલાન કર્યુ છે. આવતીકાલે જૂનાગઢના પ્રેરણાતીર્થ ધામમાં સનાતન ધર્મના સંતોનું સંમેલન યોજાશે. આ સંમેલનમાં મોરારિબાપુના સમર્થનમાં સંતો એકઠા થશે.

મહામંડલેશ્વર જગુબાપુએ જણાવ્યું કે 'આવતીકાલે પ્રેરણાતીર્થ ધામમાં સૌરાષ્ટ્રના તમામ મહામંડલેશ્વરો તમામ સંતો, સૌરાષ્ટ્રની જુદી જુદી જગ્યાના મહંતો એકઠા થઈ મોરારિબાપુ વિશે ન બોલવાના જે શબ્દો બોલવામાં આવ્યા છે તેના વિશે સૌ લોકો એક છે એવો સંદેશો આપવા માંગીએ છીએ.'

આ પણ વાંચો : 'બાપુ માફી નહીં માંગે,' ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા

બાપુની તરફેણમાં રૂદ્રદેશ્વર જાગીર ભારતી આશ્રમ (Rudreshwar Jagir Bharti ashram)જૂનાગઢ અને ઘાંટવડના મહંત ઇન્દ્રભારતીબાપુ (indrabharti Bapu) આવ્યા છે. ઇન્દ્રભારતીબાપુએ એક વીડિયોના (video) માધ્યમથી કહ્યું છે કે ' ' મોરારી બાપુ માફી શું કામ માંગે, મોરારી બાપુ માફી નહીં માંગે અમે મોરારી બાપુને માફી માંગવા નહીં દઈએ'

શું છે વિવાદ ?

જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરીવાર વિવાદમાં સપડાયા. તેમણે એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારીબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામીનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
First published: September 9, 2019, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading