Home /News /gujarat /

સચિન સાથે ફરી ઓપનિંગ કરશે સેહવાગ, જાણો ક્યારે રમાશે દિગ્ગજ ક્રિકેટરોની મેચ

સચિન સાથે ફરી ઓપનિંગ કરશે સેહવાગ, જાણો ક્યારે રમાશે દિગ્ગજ ક્રિકેટરોની મેચ

આ સિરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના દિગગ્જ ક્રિકેટરો ભાગ લેશે

આ સિરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના દિગગ્જ ક્રિકેટરો ભાગ લેશે

    મુંબઈ : દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર છે. ક્રિકેટ પ્રશંસકો ફરી એક વખત સચિન તેંડુલકર (Sachin Tendulkar)અને વીરેન્દ્ર સેહવાગની (Virender Sehwag)પોતાની મનપસંદ જોડીને ઓપનિંગ કરતા જોઈ શકશે. આ દિગ્ગજ જે ટીમ સામે ઓપનર તરીકે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે તેની કેપ્ટનશિપ વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના હાથમાં છે. આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં (Road Safety World Series)કુલ 11 મુકાબલા રમાશે. જેની શરુઆત સચિન તેંડુલકર અને બ્રાયન લારાની ટીમો વચ્ચેના મુકાબલાથી થશે.


    સચિનની ટીમ ઇન્ડિયા લીજેન્ડ્સ(India Legends) અને બ્રાયન લારાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ (West Indies Legends)વચ્ચે આ મુકાબલો 7 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગુરુવારે આ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 11 મેચ રમાશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ શ્રેણીના કમિશ્નર છે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે.


    રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણીમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં રમશે. ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે. જેમાં ઇન્ડિયા લીજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડ્સ, દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ, શ્રીલંકા લીજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ સામેલ છે. ટૂર્નામેન્ટમાં 10 લીગ મેચ રમાશે. જેમાં બધી ટીમો એકબીજા સામે રમશે. આ પછી બે બેસ્ટ ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ફાઇનલ 22 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.


    આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બે મેચ વાનખેડે સ્ટેડિયમ, ચાર મેચ પૂણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ચાર મેચ નવી મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં અને ફાઇનલ મેચ 22 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.


    આ સિરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના દિગગ્જ ક્રિકેટરો ભાગ લેશે. જેમાં સચિન, સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, ચંદ્રપોલ, બ્રેટ લી, બ્રેટ હોજ, જોન્ટી રોડ્સ, મુરલીધરન, દિલશાન અને અજંતા મેન્ડિસ સામેલ છે. આયોજકોના મતે આ શ્રેણીનો લક્ષ્યાંક સડક સુરક્ષા વિશે જાગરુકતા ફેલાવવાનો છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन