વલસાડઃ ભીલાડ નજીક હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, ઘટનાનો live cctv video

હોટલાં તોડફોટ કરતા અસામાજિક તત્વો

valsad news: ભીલાડ નજીક (Bhilad news) અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad-mumbai national highway) પર હોટેલ લઝીઝ (hotel laziz) નામની એક હોટેલમાં અસામાજીક તત્વોએ તોડફોડ (sabotage in hotel) શરૂ કરી દીધી હતી.

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના (Valsad news) ઉમરગામ તાલુકાના (Umargam news) ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad mumbai National highway) પર આવેલી એક હોટલ (hotel)પર મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો. સાથે જ હોટલના કર્મચારીઓ પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાત્રે હોટેલ પર બનેલી આ સમગ્ર ઘટના ના જીવંત દ્રશ્ય હોટલની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં (CCTV camara) કેદ થઇ ગયા છે. અને આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (video viral on social media) થઇ રહ્યો છે.

  બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર હોટેલ લજીજ નામની એક હોટેલ આવેલી છે. આ હોટેલ પર રાત્રે કેટલાક સામાજિક તત્વો પહોંચે છે. અને અચાનક જ હોટેલમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

  સાથે જ હોટલના કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બેફામ બનેલા અસામાજિક તત્ત્વોએ હોટેલ ના સામાનની તોડફોડ કરી હતી. અસામાજિક  તત્વોએ મચાવેલા આતંકના જીવંત દ્રશ્યો હોટેલની બહાર  લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. એનો વીડિયો અત્યારે  સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-વૈભવી ચોર'! મોંઘીદાટ કારમાં ફરી રેકી કરવી, ચોરી માટે ફ્લાઈટમાં જવું, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો, 10 પત્નીઓ રાખી કરતો ચોરી

  મળતી માહિતી મુજબ હોટેલના માલિક રાજુ પારવે વાપી ગીતાનગર નજીક એક ચાલી આવેલી છે. એ ચાલીમાં તેઓ ભાડું માગવા ગયા હતા. એ દરમિયાન તેમની સાથે ત્યાં કેટલાક શખ્સોએ બબાલ કરી હતી. અને તેમને ઈજા કરવાના પણ પ્રયાસ કર્યા હતા.  ત્યારબાદ એક ટોળું હોટેલ પર પહોંચી અને હોટેલ માં પણ આતંક મચાવ્યો હતો. આ બાબતે હોટલ માલિકે પોલીસને જાણ કરી છે. આથી પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ શરમનજક ઘટના! પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં સસરાં પુત્રવધૂ સાથે કરતાં શારીરિક અડપલાં

  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર લજીજ હોટલમાં અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંકના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.. તેના વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

  ઉલ્લેખનીય છે કે વલસાડ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સામાન્ય બાબતમાં તોડફોડ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે. ત્યારે ભાડાની તરકરા બાદ હોટલમાં તોડફોડ કરવાની આ ઘટનાએ સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ ફેલાયો છે.
  Published by:ankit patel
  First published: