સાબરકાંઠા# સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિલસથી વરસાદી વાતાવરણ અને ઠંડીના પ્રમાણના કારણે દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇને સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થઇ રહ્યો છે, તો આ અંગે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

હાલમાં બે ઋતુઓ ભેગી થતા જિલ્લામાં રોગચાળો વર્કયો છે. ૬ માસ અગાઉ પણ સ્વાઇન ફ્લુના કેસો વધીને સોનો આંકડો વટાવ્યો હતો. હવે ફરીવાર આ વરસાદી માંહોલના સાથે વાતાવરણમાં ભેજ અને ઠંડકના કારણે સ્વાઈન ફ્લુએ સાબરકાંઠામાં માથું ઉચક્યું છે. તાજેતરમાં જિલ્લામાં બે પોઝેટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ચોમાસાને લઇ સાબરકાંઠામાં સ્વાઈન ફ્લુની સાથે ડેન્ગ્યું પણ વકર્યો છે. હાલમાં વરસાદી પાણી ભરતા મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો છે. હાલમાં સંકાસ્પદ ૯૦ કેસો નોંધાયા છે, જેનાં સેમ્પલ ટેસ્ટ કરાવતા ૧૪ પોઝેટીવ કેસો સામે આવ્યાં છે. હાલતો આરોગ્ય વિભાગ સફાળું થયું છે. ડેન્ગ્યું અને સ્વાઈનફ્લુને સામે બચવા શું કરવુ તેની પણ જાગૃતિના કામે ટીમો લાગી છે. આ સાથે સિવિલમાં પણ દર્દીઓ માટે વોર્ડ અને દવાઓનો જથ્થો તૈયાર કરી રોગચાળા નાથવા સજ્જ કરાયું છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલ તાવ, શરદી અને વાઈરલના કોસોમાં પણ વધારો થયો છે. હાલ ચાલી રહેલી ડબલ ઋતુને લઈ સિવિલમાં દર્દીઓનો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ અને સિવિલના તમામ ડોક્ટરો કામે લાગી ગયા છે. જે દર્દીઓને વધુ તકલીફમાં જણાય તો તેમના તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હિંમતનગર સિવિલમાં પહેલા કરતા ઓપીડીનું પ્રમાણ વધી ગયું છે, અગાઉ 800 થી વધુ ઓપીડી નોંધાતી હતી, તો હાલમાં 1000 જેટલી ઓપીડી નોંધાય છે. જે દર્દીઓ આવે છે, તેમના તમામ પ્રકારના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને સ્વાઈન ફ્લુ કે ડેન્ગ્યુની તપાસ કરાય છે. છેલ્લા બે દિવસથી સિવિલમાં કોઈ આવા કેસ નોંધાયા નથી, પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ લોકોની ચકાસણી કરાય છે અને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે લોકોને જાગૃત કરાય છે.
હાલ બે ઋતુઓના કારણે લોકો રોગનો ભોગ બની રહ્યાં છે, જેનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધી રહ્યો છે. જો લોકો પોતાની રીતે સાવચેતીના પગલે સ્વચ્છતા રાખે તો ચોક્કસપણે દર્દીઓમાં ઘટાડો પણ જોવા મળશે. જેનાં માટે આરોગ્ય વિભાગ પણ લોકોમાં જાગૃતી આવે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર