Wheat Cultivation In Gujarat: એક સમયે બીજા દેશમાંથી ભારતમાં ઘઉંની આયાત કરતી પડતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સમગ્ર વિશ્વમાં હવે ભારત ઘઉં માટે હવે વિકલ્પ બની ગયું છે. રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે ઘણા દેશોમાં અત્યારે જ્યારે ઘઉંનું ઉત્પાદન શક્ય નથી બન્યું ત્યારે ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે.
ગુજરાત: એક સમયે બીજા દેશમાંથી ભારતમાં ઘઉંની આયાત કરતી પડતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સમગ્ર વિશ્વમાં હવે ભારત ઘઉં માટે હવે વિકલ્પ બની ગયું છે. રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે ઘણા દેશોમાં અત્યારે જ્યારે ઘઉંનું ઉત્પાદન શક્ય નથી બન્યું ત્યારે ભારતમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું છે. આ અંગે વિદેશ નીતિના જાણકારો કહી રહ્યા છે કે, વર્ષ 2021માં સમગ્ર દેશમાં 302 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે 312 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.
રાજસ્થાનમાં 1.99 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર
આના આંકડાની વાત કરવામાં આવે તો, વર્ષ 2022માં ઘઉંના પ્રતિક્વીન ટન ઘઉંના ભાવ 1800 રૂપિયા હતો. જ્યારે આ વર્ષે પ્રતિ ક્વિન્ટલનો ભાવ 3,000ની આસપાસ પહોંચ્યો છે. ગુજરાતમાં આ વર્ષે 1.74લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. રાજસ્થાનમાં 1.99 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ઉત્તર પ્રદેશમાં 1.57 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જો બિહારની વાત કરવામાં આવે તો, એક પોઇન્ટ 51 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો, 1.43 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશની વધતી માંગ વચ્ચે દેશમાં ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા છે અને દેશમાં ઘઉંની ઘટના સર્જાય એટલા માટે સરકાર દ્વારા ગયા વર્ષે 13મી મે 2022ના દિવસે ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ થોડા સમય પહેલા સરકાર દ્વારા 16,3 ઘઉંની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે વિદેશ ઉપરાંત દેશમાં પણ ગરીબ લોકોને અનાજ આપવા સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
ભારતમાં 80 કરોડ જેટલા ગરીબોને સરકાર અલગ અલગ યોજના થકી મફત તેમજ સસ્તા ભાવે અનાજ પૂરું પાડે છે. વર્ષ 2022માં ભારતે 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ભારતમાં ઉત્પન્ન થતા ઘઉં બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત રાષ્ટ્ર, અમીરાત, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ઘઉંની નિકાસ થાય છે. ભારતને હવે ઘઉં માટે વિશ્વના દેશો પર આધાર રાખવાની જરૂર નથી. કારણ કે, હવે ભારત બીજા દેશોમાં ઘઉંની નિકાસ કરી શકે તેટલુ ઉત્પાદન કરવા લાગ્યો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર