Home /News /gujarat /

Russia Ukraine war: યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચાલુ કરવામાં આવી હેલ્પલાઇન

Russia Ukraine war: યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચાલુ કરવામાં આવી હેલ્પલાઇન

વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ (Study in Ukraine)અર્થે ગયા હતા

russia ukraine conflict - અત્યાર સુધીમાં પ્રદેશ ભાજપ કાર્યાલયની આ હેલ્પ લાઇન પર 62 કોલ આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણા, નવસારી, કચ્છ, બોટાદ, બનાસકાંઠા, દાહોદ અને વડોદરા જિલ્લાના છે

ગાંધીનગર : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war News)બાદ હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ (Study in Ukraine)અર્થે ગયા હતા. યુદ્ધની પરિસ્થિતિ વણસી રહી છે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પરત લાવવા માટે ભારત સરકાર (Government of India)દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુજરાતના જે વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને પરત લાવવા અને પોતાના બાળકોની સ્થિતિ જાણવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે (C. R. Patil)પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક હેલ્પલાઇન ચાલુ કરાવી છે.

આ હેલ્પ લાઇન નંબર ચાલુ કરવાનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી નાગરિકોને પરત લાવવા માટેનો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચાલુ કરવામાં આવેલ આ હેલ્પલાઇન નંબર: 079-23276944 અને 91 9408216029 પર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો આપવામાં આવતાની સાથે જ આ વિગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મોકલી આપવા આવે છે. અત્યાર સુધીમાં પ્રદેશ ભાજપ કાર્યાલયની આ હેલ્પ લાઇન પર 62 કોલ આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણા, નવસારી, કચ્છ, બોટાદ, બનાસકાંઠા, દાહોદ અને વડોદરા જિલ્લાના છે.

આ પણ વાંચો - રશિયા યુક્રેન યુદ્ધને પગલે સુરતના હીરાની ચમક ઝાંખી પડશે

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે


આ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી આ વિગત રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય ભાજપ કાર્યાલય ખાતે મોકલવામાં આવે છે. ત્યાર બાદ રાષ્ટ્રીય ભાજપ કાર્યાલય અને રાજ્ય સરકાર તરફથી તમામ વિગતો કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવે છે. જે 62 કોલ આવ્યા છે તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓની વિગત મળ્યાના એક કલાકમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેમને પરત લાવવા માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

આ હેલ્પ લાઇન અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વ માં આ હેલ્પ લાઇન ચાલુ કરવામાં આવી છે. જેનો નંબર 079-23276944 અને 91 9408216029 છે. અમારી આ હેલ્પ લાઇન 24 કલાક ચાલુ છે. જેમાં ગુજરાતના વાલીઓ કે વિદ્યાર્થીના સગાસંબંધીઓ ફોન કરી પોતાના બાળકની વિગતો આપી મદદ મેળવી શકે છે. અત્યાર સુધીમાં 62 કોલ આવ્યા છે. જે ગુજરાત ના જુદા જુદા જિલ્લા માંથી આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી મદદ મળી રહે તે માટે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી સતત અપડેટ લેવામાં આવી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन