કોકીલાબેનનાં 'રસોડે મે કોન થા?' VIRAL મેશઅપ પર રૂપલ પટેલનું રિએક્શન

રસોડે મે કોન થા.. મેશઅપ (Instagram Video)

રુપલ પટેલ (Rupal Patel)એ તેનાં કિરદારનાં ડાયલોગ્સ પર બનેલા મેશઅપ વીડિયો વાયરલ થવા પર કહ્યું કે મને ગર્વ છે કે, કોકીલાનાં કિરદારમાં એટલું બધું છે કે લોકો તેનાં પર મીમ્સ બનાવી રહ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'સાથ નિભાના સાથિયા' ફેમ એક્ટ્રેસ રુપલ પટેલ હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહી છે તેની પાછળ કારણ છે તેનું કોકિલાબેનનો ડાયલોગ્સ. અસલમાં તેનાં કેટલાંક ડાયલોગ્સ પર મીમ્સ બની રહ્યાં ચે. તેમાં હાલમાં જ કોકિલા બેનનાં એક ડાયલોગ પર મેશઅપ સોન્ગ વીડિયો બન્યો છે.

  જેમાં કોકિલાબેન રાશિ અને ગોપી બહુ સાથે નજર આવે છે. અને તેની વહુઓને લઢી રહી છે. યશરાજ મુખાટે નામનાં એક યુઝરે તેનાં આ ડાયલોગ પર મેશઅપ સોન્ગ બનાવી દીધુ છે અને આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. લોકો વીડિયો જોઇને પેટ પકડીને હસે છે. યશરાજ મુખાટે ઔરંગાબાદનો એક નવો સિંગર પ્રોડ્યુસર છે.
  આ મેસઅપ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કોકીલા બેન એટલે કે રુપલ પટેલને સવાલ કર્યા હતા જેનાં પર તેણે જવાબ આપ્યાં છે. રુપલ પટેલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી નણંદે સૌથી પહેલાં આ વીડિયો મને મોકલ્યો હતો. જે બાદ મારી કોસ્ટાર રિયા શર્માએ મોકલ્યો હતો હું આ વીડિયો જોઇને દંગ રહી ગઇ હતી. મને પહેલાં તો એવું થયું કે, મે ક્યારેય યશરાજનાં શોમાં ગીત નથી ગાયું તો આ ગીત કેવી રીતે રિલીઝ થયું. બાદમાં મને એહસાસ થોય કે, તેણે મારા ડાયલોગ્સ પર આ સોન્ગ બનાવ્યું છે. મને ઘણું ગમ્યું. પછી મે મારા મિત્રો પાસે તેનો નંબર માગ્યો અને તેને શુભેચ્છાઓ પાઠવી. અને મારા તરફથી કૃતજ્ઞતા પણ જાહેર કરી.

  આ પણ વાંચો- તારક મેહતાને મળી ગઇ નવી અંજલિ, આ હિરોઇન કરશે રિપ્લેસ?
  આ પણ વાંચો- અમિતાભ બચ્ચને શરૂ કર્યુ KBC-12ની શૂટિંગ, સેટ પર કડક સુરક્ષા વચ્ચે જોવા મળ્યો આવો નજારો

  તેણે કહ્યું કે, ફક્ત દમદાર કિરદારનાંજ મીમ્સ બને છે. એવામાં જો કોકિલાબેનનું કિરદાર આ લાય છે કે, તેનાં પર મિમ્સ બની રહ્યાં છે તો મને ગર્વ છે આ કીરદાર પર. આપને જણાવી દઇએ કે, રુપલ હાલમાં 'યે રિશ્તે હૈ પ્યાર કે'માં નજર આવી રહી છે. આ શોને રાજન શાહી પ્રોડ્યુસ કરે છે. જેમાં રુપલની સાથે શાહીર શેખ અને રિયા શર્મા મુખ્ય રોલમાં છે.
  Published by:Margi Pandya
  First published: