Home /News /gujarat /પ્રવીણભાઈ ખોવાઈ ગયા : ગુજરાત પોલીસ શોધશે તો શું રાજસ્થાન પોલીસને સોંપશે ?

પ્રવીણભાઈ ખોવાઈ ગયા : ગુજરાત પોલીસ શોધશે તો શું રાજસ્થાન પોલીસને સોંપશે ?

પ્રવીણ તોગડીયાની અટકાયત, ગૂમ કે ધરપકડ ? વ્યાપક ઉત્તેજના ! ‘વિશ્વ હિન્દુ પરિષદ’ના આંતરરાષ્ટ્રીય નેતા પ્રવિણ તોગડિયાની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હોવાની અફવા બપોરથી ચાલી રહી છે. આ અટકાયત દાવો VHPના કાર્યકર્તાઓએ જ કર્યો છે.

પ્રવીણ તોગડીયાની અટકાયત, ગૂમ કે ધરપકડ ? વ્યાપક ઉત્તેજના ! ‘વિશ્વ હિન્દુ પરિષદ’ના આંતરરાષ્ટ્રીય નેતા પ્રવિણ તોગડિયાની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હોવાની અફવા બપોરથી ચાલી રહી છે. આ અટકાયત દાવો VHPના કાર્યકર્તાઓએ જ કર્યો છે.

  અમદાવાદ:

  પ્રવીણ તોગડીયા ની કથિત અટકાયત મામલે તારીખ 15 જાન્યુઆરી ના રોજ ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ દ્વારા સાંજે 5.30 કલાકે એક પ્રેસ કોન્ફેરન્સ કરવામાં આવી હતી. ભટ્ટના જણાવ્યા અનુસાર, "તોગડિયાની સામે ઈપીકો ની કલમ-188 હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું। આ વોરંટ 2015માં તેમની સામે રાજસ્થાન ના ગંગાનગરમાં નોંધાયેલા એક ગુન્હા સબબ હતું। આજે સવારે તેવો તેમના સ્ટેટિક સેક્યુરીટી ગાર્ડ વિક્રમસિંહને 'હું અડધી કલાક માં એવું છું' એવું કહીને અન્ય એક દાઢીવાળા વ્યક્તિ સાથે રિક્ષામાં બેસીને નીકળી ગયા હતા. આ મામલે સોલા વિસ્તારમાં આવેલા તેમના ઘરે રાજસ્થાન પોલીસે તાપસ કરી હતી જેની નોંધ સોલા પોલીસ સ્ટેશન ડાયરી માં 10.45 કલાકે કરવામાં આવી છે. જો કે તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. તેમની શોધખોળ માટે અમે 4 અલગ-અલગ ટીમો બનાવી છે. એટલુંજ નહિ અમે વિહિંપ કચેરીના સિસિટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યા છે. અમે વિહિંપના પ્રમુખ રણછોડ ભરવાડ સાથે પણ ચર્ચા કરી છે અને તેમની શોધખોળ માટે સતત તેમના સંપર્કમાં છીએ. જો કે, અમે એટલું સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, તોગડિયાની ધરપકડ રાજસ્થાન કે ગુજરાત પોલીસે બે માંથી કોઈએ કરી નથી"

  ઉલ્લેખનીય છે કે, પ્રવીણ તોગડિયાને ઝેડ પ્લસ સેક્યુરીટી આપવામાં આવેલી છે.

  પોલીસ ફરિયાદી બનશે? જો મળશે તો રાજસ્થાન પોલીસને સોંપશે ?

  જો 24 કલાકમાં તોગડીયા નહિ પકડાય તો વિહિંપ દ્વારા ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગુજરાત પોલીસ ખુદ શું આ મામલે ફરિયાદી બની છે ? જો "હા" તો શું તેમણે બનાવેલી 4 ટુકડીઓ તોગડિયાને કદાચ શોધી પણ લે તો તેમને રાજસ્થાન પોલીસને સોંપી દેવાશે ? આ બધા સવાલો પેચીદા બન્યા છે. વળી, ઝેડ પ્લસ સેક્યુરીટી એવી તો કેવી નબળી કે આ સુરક્ષાના ઘેરા હેઠળ રહેલી વ્યક્તિ ક્યાં જાય છે તે વિષે સુરક્ષાકર્મીઓને ખબર ન હોય ? જો આ મામલે ગફલત રહી ગઈ તો આ સુરક્ષાઘેરામાં રહેલા કર્મચારીઓ સામે પગલાં લેવાશે ? હજુ કેટલાક જ સિસિટીવી ફૂટેજ પોલીસ પાસે આવ્યા છે, કેટલા નથી આવ્યા અને નથી આવ્યા તો શા માટે નથી  આવ્યા - તે મામલે પોલીસે વિહિંપ સામે કોઈ કાર્યવાહી કરવાનું વિચાર્યું છે ? આ તમામ સવાલોના જવાબ ગમે તે આવે એટલું તો ચોક્કસ કે આ મામલો આગામી દિવસોમાં ગંભીર પરિણામો લાવશે.

  આ અગાઉ, ‘વિશ્વ હિન્દુ પરિષદ’ના આંતરરાષ્ટ્રીય નેતા પ્રવિણ તોગડિયાની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હોવાની અફવા બપોરથી ચાલી રહી છે. આ અટકાયત દાવો VHPના કાર્યકર્તાઓએ જ કર્યો છે. જોકે આ મામલે સોલા પોલીસનું કહેવું છે કે હાલમાં પ્રવિણ તોગડિયાની અટકાયત થઇ નથી. હાલમાં VHP કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશને પહોંચીને  હોબાળો ચમાવ્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં 2015માં થયેલા એક ખૂન કેસના મામલે સોલા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ તોગડિયાના તમામ ઓળખપત્રો પર 50, વૈભવ બંગલો, સોલાનો નિર્દેશ કરેલો છે.

  આ મામલે રાજસ્થાન પોલીસ દ્વારા સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના ઘરે તાપસ કરી હોવાની નોંધ પણ કરવામાં આવી છે. જો કે, તેમના નિવાસસ્થાનેથી તેઓ મળી ના આવતા "વિશ્વ હિન્દૂ પરિષદ"ના કાર્યાલય ખાતેથી તેમની અટકાયત કરવામાં આવી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વિશ્વાસપૂર્વક જણાવે છે. આ કારણે જ તેમણે સોલા પોલીસ મથકનો ઘેરો ઘાલીને દેખાવો યોજ્યા હતા.

  13 વર્ષ જુના ખૂન કેસની તપાસ માટે આવી હતી રાજસ્થાન પોલીસ

  હાલમાં રાજસ્થાન પોલીસ અમદાવાદનાં સોલા વિસ્તારમાં પ્રવિણ તોગડિયા ઉપર ચાલી રહેલાં 13 વર્ષ જુના ખૂન કેસનાં પુરાવા અંગે મળેલી ટિપ માટે અમદાવાદ આવી હતી. જે બાદ પ્રવિણ તોગડિયાની અટકાયતની અફવા વાયુ વેગે પ્રસરી ગઇ હતી. જ્યારે પ્રવિણ તોગડિયા વિરુદ્ધ દસ વર્ષ પહેલાં હત્યાનો કેસ નોંધાયો હતો તે સમયે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી.

  સોલા પોલીસે કહ્યું, નથી થઇ પ્રવિણ તોગડિયાની અટકાયત

  VHPનાં મીડિયા ઇન્ચાર્જ હેમેન્દ્ર ત્રિવેદીનું કહેવું છે કે પ્રવિણ તોગડિયાની અટકાયત થઇ ગઇ છે તેમજ તેમણે તોગડિયાનાં એન્કાઉન્ટરની આશંકા પણ વ્યક્ત કરી છે. જોકે આ આખી વાતને સોલા પોલીસે પાયા વિહોણી ગણાવી છે.

  રાજસ્થાન ગંગાનગરનાં SPએ અટકાયતની વાત ફગાવી

  પ્રવિણ તોગડિયાની અટકાયત મામલે જ્યારે રાજસ્થાનનાં ગંગાનગરનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હરેન્દ્રકુમાર નો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત ફગાવી હતી અને કહ્યું કે, હાલમાં અમારા બે કોન્સ્ટેબલ પ્રવિણ તોગડિયાનાં ઘરે ગયા હતા પણ તેઓ ત્યાં હાજર ન હતા તેથી તે પરત આવી ગયા હતાં. જોકે, પોલીસ સ્ટેશન પછી તેમની અટકાયત વિહિંપ કાર્યાલય થી કરવામાં આવી હોય તો એ શક્યતા નકારી શકાય તેમ નથી.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Arrest, VHP, રાજસ્થાન, હત્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन