પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની ઉડી અફવા, પરિવાર અને હૉસ્પિટલે કહ્યું- આ વાત ખોટી છે

સોશિયલ મીડિયા પર પ્રણવ મુખર્જીના નિધનની અફવા ટ્રેન્ડ થઈ, હૉસ્પિટલે કહ્યું, તેઓ કોમા જેવી હાલતમાં છે

સોશિયલ મીડિયા પર પ્રણવ મુખર્જીના નિધનની અફવા ટ્રેન્ડ થઈ, હૉસ્પિટલે કહ્યું, તેઓ કોમા જેવી હાલતમાં છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)ની હાલત હજુ પણ ગંભીર છે. તેઓ હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર તેમના નિધનની અફવા ઉડવા લાગી છે. અનેક લોકો ખોટા સમાચારો અને પોસ્ટ શૅર કરી રહ્યા છે. ટ્વિટર પર પ્રણવ મુખર્જીના નિધનની અફવા ટ્રેન્ડ થઈ રહી છે. પરંતુ પરિવાર અને હૉસ્પિટલ તરફથી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જી હજુ જીવતા છે અને વેન્ટિલેટર પર છે.

  શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે, આ વાત ખોટી છે

  પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી અને કૉંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમના પિતા વિશે જે અફવા ફેલાઈ રહી છે તે બિલકુલ ખોટી છે. તેઓએ મીડિયાને આગ્રહ કર્યો કે તેઓ તેમને કૉલ ન કરે. શર્મિષ્ઠાએ એવું પણ કહ્યું કે તેઓ પોતાના મોબાઇલ ફ્રી રાખવા માંગે છે જેનાથી તેમને હૉસ્પિટલથી પિતાના હેલ્થને લઈને જાણકારી મળતી રહે.


  આ પણ વાંચો, કેન્સરથી લડી રહેલા સંજુ માટે યુવીએ કરી ઇમોશનલ વાતઃ આ દર્દને જાણું છું

  હૉસ્પિટલે શું કહ્યું?

  નોંધનીય છે કે, આર્મી હૉસ્પિટલ તરફથી આજે જાહેર તાજેતરના મેડિકલ બુલેટિન મુજબ, તેમની હાલત હજુ પણ નાજુક છે અને તેઓ વેન્ટિલેટરના સપોર્ટ પર છે. આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલે પોતાના મેડિકલ બુલેટિનમાં જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં સવારથી કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. તેઓ કોમા જેવી હાલતમાં છે. તેમને સતત વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, ખુશખબર! ટ્રમ્પે H-1B વીઝા નિયમોમાં આપી ઢીલ, ભારતીયો કામ પર પરત ફરી શકશે

  આ પહેલા પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, તેમની તબિયત હેમોડાઇનેમિકલી સ્થિર છે. એટલે કે તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે. સાથોસાથ હાર્ટ પણ કામ કરી રહ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: