Home /News /gujarat /

Rubber Board Recruitment : રબર બોર્ડ દ્વારા 34 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

Rubber Board Recruitment : રબર બોર્ડ દ્વારા 34 જગ્યાની ભરતી, અહીંથી સીધા કરો અરજી

Rubber Board Recruitment 2022 : રબર બોર્ડ દ્વારા 34 ફિલ્ડ ઓફિસરની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

Rubber Board Recruitment 2022 : રબર બોર્ડ ( Rubber Board ) દ્વારા 34 ફિલ્ડ ઓફિસર (Filed Officer)ની ખાલી જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું છે, રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

    Rubber Board Recruitment 2022 Job Notification: રબર બોર્ડ (Rubber Board) દ્વારા ફિલ્ડ ઓફિસર (Field Officer)ના ખાલી પદો પર ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી આમંત્રિત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 34 પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પદ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ 2 મે, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

    માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર અથવા બોટનીમાં ગ્રેજ્યુએશન (Bachelor in Agriculture or Botany) ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો Rubber Board Recruitment 2022 અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે.

    Rubber Board Recruitment 2022 જોબ નોટિફિકેશન અંતર્ગત અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો આ આર્ટિકલમાં એપ્લિકેશન પ્રોસેસ, વય મર્યાદા, લાયકાત, અનુભવ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો વિશે માહિતી મેળવી શકે છે.



    Rubber Board Recruitment 2022 Job Notification: મહત્વની તારીખ

    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ: 2 મે, 2022

    Rubber Board Recruitment 2022 Job Notification: ખાલી પડેલ પદો વિશે વિગતો

    ફિલ્ડ ઓફિસર- 34 પદો

    આ પણ વાંચો : BOB Recruitment 2022: બેન્ક ઓફ બરોડામાં વધુ 100 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    Rubber Board Recruitment 2022 Job Notification: લાયકાતના ધારાધોરણ

    શૈક્ષણિક લાયકાત:

    માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર (Agriculture) અથવા બોટની (Botany)માં ગ્રેજ્યુએશન ધરાવતા સાથે જ જરૂરી અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો Rubber Board Recruitment 2022 અંતર્ગત ખાલી પદો પર અરજી કરી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા34
    શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર (Agriculture) અથવા બોટની (Botany)માં ગ્રેજ્યુએશન
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષાના માધ્યમથી
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ2-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન ્રઅરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Rubber Board Recruitment 2022 Job Notification: પે સ્કેલ

    લેવલ 6 પે મેટ્રિક્સ (પ્રિ રિવાઈઝ્ડ રૂ. 9300-34800 (PB2) ગ્રેડ પે રૂ .4200/-)

    Rubber Board Recruitment 2022 Job Notification: વય મર્યાદા

    30 વર્ષ
    (SC/ST/OBC ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.)

    ઉમેદવારોની વય મર્યાદા અરજીની અંતિમ તારીખ સુધી 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

    આ પણ વાંચો :BEL Recruitment 2022: બેલમાં વધુ 91 જગ્યાની ભરતી, 90,000 સુધી મળશે પગાર અહીંથી કરો અરજી

    Rubber Board Recruitment 2022 Job Notification: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 2 મે, 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો www.rubberboard.gov પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઈમેલ અને ફોન નંબર રાખવો જરૂરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર