મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા તમામ લોકો માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ ફરજિયાત

મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા તમામ લોકો માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ ફરજિયાત
પ્રતિકાત્મક તસવીર

વધી રહેલા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે કર્યા આદેશ, તાત્કાલિક અસરથી થશે અમલ

  • Share this:
ગાંધીનગર : હાલ વિશ્વ અને દેશમાં પ્રવર્તી રહેલા કોવિડ-19 રોગચાળાને કાબુમાં લેવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગત દિવસોમાં ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસોમાં અત્યંત વધારો જોવા મળેલ છે. તેમજ ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાન જોવા મળેલ કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલ કે તેના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલ વ્યક્તિઓમાં પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળેલ છે.

મહારાષ્ટ્ર રાજયમાંથી કોવિડ-19 નાં કેસોનો વ્યાપ ગુજરાત રાજયમાં ન વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના પગલાંરૂપે એપિડેમિક ડીસીઝ એકટ , 1897 અન્વયે મળેલ સત્તાની રુએ નીચે મુજબના પગલાં લેવા હુકમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ હવે પ્રવેશ મળવાપાત્ર થશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજીયાત પણે કરવાનું રહેશે. રાજ્ય સરકારે કરેલા આદેશ અનુસાર આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.



આ પણ વાંચો - વિધાનસભા ગૃહમાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ખાધો જોરદાર ખોંખારો, જાણો પછી શું થયું

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ST વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહારાષ્ટ્રથી આવતી ST બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ત્રણ પોઇન્ટ નિર્જર, ઉછલ અને સોનગઢ પરથી પ્રવેશ થાય છે. આ ત્રણેય પોઇન્ટ પર કોરોના ટેસ્ટ શરુ કરાયા છે . STના તમામ મુસાફરોના ટેસ્ટ માટે બુથ ગોઠવાયા છે.

ટેસ્ટ બાદ જ ગુજરાતમાં મુસાફરને એન્ટ્રી આપવામાં આવશે. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોનો અલગ રેકોર્ડ રખાશે. મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારની અલગ નોંધ કરાશે. સેમ્પલ પુણે અને ગાંધીનગર લેબમાં મોકલાશે.
Published by:Ashish Goyal
First published:March 23, 2021, 23:26 pm

ટૉપ ન્યૂઝ