આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટેની વિગતોની જાહેરાત
RTE Admission: આરટીઈ (Right To Education) અંતર્ગત પોતાના બાળકોને સારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માગતા વાલીઓ માટે વર્ષ 2023-24ના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા વાલીઓએ આરટીઈ દ્વારા જણાવવામાં આવેલી ખાસ વિગતોનો અભ્યાસ કરી લેવો જોઈએ.
અમદાવાદઃ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળી રહે તે માટે RTE (Right To Education) હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ખાનગી સ્કૂલ માટે પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. જે અંતર્ગત ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે. આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. જોકે આ સાથે નવી શિક્ષા નીતિ અનુસાર 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હશે તેવા બાળકને જ પ્રવેશ મળશે.
રાજ્ય ભરમાં અંદાજે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે RTE પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. જે માટે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે. ગરીબ વર્ગના પરિવારોના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આ વખતે RTE હેઠળ પ્રવેશ મેળવવામાં વાલીઓનો ધસારો વધારે રહે તેવી શક્યતા છે. કારણ કે RTE એડમિશનની પ્રક્રિયા જાહેર થાય તે અગાઉ ઘણી સોસાયટીઓમાં વાલીઓની બેઠક પણ યોજવામાં આવી હતી.
જાણો પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે રહેશે
RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે આગામી 10 એપ્રિલથી RTE અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થશે 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટની વિગત વેબસાઈટ પર મૂકવામાં આવી ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશેઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1 લાખ 20 હજાર જ્યારે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1લાખ 50 હજાર નક્કી કરવામાં આવીમહત્વનું છે કે RTE અંતર્ગત પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તમારું ફોર્મ રદ્દ ના થાય તે માટે કેટલીક જરુરી વિગતો અહીં આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો. વધુ વિગતો માટે અહીં ક્લિકકરો