અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, ટેસ્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે
પ્રતિકાત્મક તસવીર

એક એપ્રિલથી આ નિયમ અમલી બની જશે, આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત

 • Share this:
  ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આવા સમયે ગુજરાત સરકારે કોરોનાના કેસો પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. એક એપ્રિલથી આ નિયમ અમલી બની જશે. એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત છે. આ ટેસ્ટ નેગેટિવ હોવા પર જ મુસાફરને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.

  રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય તેની તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ કેટલાક પગલા લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ કરાશે. રેલવે, હવાઈ કે, રોડ માર્ગથી જે લોકો ગુજરાત આવશે. તેમને આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.

  આ પણ વાંચો - સિરીયલમાં તારક મહેતા અને જેઠાલાલ છે જીગર જાન મિત્ર, પણ રિયલમાં એકબીજા સાથે નથી કરતા વાત!

  રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2276 કેસ નોંધાયા છે. જેની સામે 1534 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4484 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.86 ટકા છે. અત્યાર સુધીમાં 44,29,556 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 6,29,707 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 2,98,973 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 612, સુરતમાં 760, વડોદરામાં 324, રાજકોટમાં 172, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 38, જામનગરમાં 37, અમરેલીમાં 22, દાહોદમાં 20, પાટણમાં 19, ખેડા, કચ્છ, મહેસાણા, નર્મદામાં 18-18, મોરબીમાં 17, આણંદ, પંચમહાલમાં 16-16, ભરુચમાં 11, સાબરકાંઠા, વલસાડમાં 10-10 સહિત કુલ 2276 કેસ નોંધાયા છે.
  Published by:Ashish Goyal
  First published:March 27, 2021, 19:39 pm

  ટૉપ ન્યૂઝ