Home /News /gujarat /

RSMSSB Recruitment 2022 : આસિસ્ટન્ટ PROની 76 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

RSMSSB Recruitment 2022 : આસિસ્ટન્ટ PROની 76 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

RSMSSB Recruitment 2022 : રાજસ્થાન સરકારમાં આસિસ્ટન્ટ પીઆરઓની ભરતી, 76 જગ્યા માટે ઓનલાઇન અરજી કરો

RSMSSB PRO Recruitment 2022 : રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (Rajasthan Subordinate and Ministerial Services Selection Board, RSMSSB) દ્વારા 76 આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

વધુ જુઓ ...
    RSMSSB PRO Recruitment 2022 Update: રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (Rajasthan Subordinate and Ministerial Services Selection Board, RSMSSB) દ્વારા 76 આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો RSMSSB ભરતી 2022 અંતર્ગત ખાલી પદો માટે 14 ફેબ્રુઆરી 2022 અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.

    નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો RSMSSB ભરતી 2022 અંતર્ગત નોકરી માટે અરજી કરી શકે છે. અરજી કરનાર ઉમેદવારોએ ધ્યાનમાં લેવું કે જે ઉમેદવારોએ અગાઉ જાહેરાત નંબર-7/2021 માટે આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ પર અરજી કરી છે, તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી. તેઓ તેમની અગાઉ સબમિટ કરેલી ઓનલાઈન અરજીમાં ફેરફાર કરી શકે છે.

    ઉમેદવારો RSMSSB-rsmssb.rajasthan.gov.inની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી RSMSSB APRO ભરતી 2022 અપડેટ નોટિફિકેશન જોઈ શકે છે.

    તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કર્યા પછી સત્તાવાર વેબસાઇટ પરથી RSMSSB APRO ભરતી 2022 અપડેટ ડાઉનલોડ કરી શકો છો.

    RSMSSB APRO Recruitment 2022 Update – ડાઉનલોડ પ્રોસેસ

    - ઓફિશિયલ વેબસાઈટ RSMSSB-rsmssb.rajasthan.gov.in પર જાઓ.
    - હોમપેજ પર ન્યૂઝ અને નોટિફિકેશન સેક્શન ઓપન કરો.
    - આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની રિવાઈઝ્ડ એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરો.
    - એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને RSMSSB APRO રિક્રુટમેન્ટ 2022 અપડેટની PDF મળશે.
    - ભવિષ્ય માટે તેની એક પ્રિન્ટ આઉટ લઈ લેવી.

    આ પણ વાંચો : MP Rajya sahkari bank Recruitment 2022 : MP Apex Bankમાં 129 જગ્યા પર ભરતી, 

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા76
    શૈક્ષણિક લાયકાતજર્નાલિઝમમાં ડિગ્રી અથવા ડિપ્લોમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આ સાથે જ જનસપર્કનો 3 વર્ષનો અનુભવ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી ફી450-350-250  રૂપિયા તમામ વર્ગ માટે અલગ અલગ
    અરજી કરવાની અંતિમ તારીખ14-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    અરજી કરનાર ઉમેદવારોએ ધ્યાન રાખવું કે અગાઉ રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (RSMSSB) એ જાહેરાત નંબર-7/2021 સામે આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટે કુલ 69 જગ્યાઓ બહાર પાડી હતી. આસિસ્ટન્ટ પબ્લિક રિલેશન ઓફિસરની પોસ્ટ માટેના અન્ય તમામ માપદંડો 24 નવેમ્બર 2021ના રોજ પ્રકાશિત થયેલ જાહેરાત નંબર-7/2021 પ્રમાણેના જ રહેશે.

    આ પણ વાંચો : GPSC Class1-2 પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર, 5315 ઉમેદવારો ક્વોલિફાઈ, અહીંથી કરો ચેક

    ઉમેદવારો RSMSSB APRO ભરતી 2022 માટે 31 જાન્યુઆરી 2022થી 14 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકે છે. કમિશન દ્વારા 24 એપ્રિલ 2022ના રોજ RSMSSB APRO ભરતી 2022 માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર