Home /News /gujarat /ગુજરાતમાં 10% આર્થિક સવર્ણ અનામત માટે માત્ર આવક જ માપદંડ!

ગુજરાતમાં 10% આર્થિક સવર્ણ અનામત માટે માત્ર આવક જ માપદંડ!

અમે ભારત સરકાર દ્વારા જે ધારાધોરણો જેમાં 5 એકરથી વધુ ખેતીની જમીન, 1000 ચોરસફૂટના રહેણાંકની જગ્યા સહિતના જે નોર્મ્સ હતા તેનું પાલન કરવાનું મુનાસીબ માન્યું નથી

અમે ભારત સરકાર દ્વારા જે ધારાધોરણો જેમાં 5 એકરથી વધુ ખેતીની જમીન, 1000 ચોરસફૂટના રહેણાંકની જગ્યા સહિતના જે નોર્મ્સ હતા તેનું પાલન કરવાનું મુનાસીબ માન્યું નથી

    ન્યૂઝ 18 ગુજરાતી : ભારત સરકારે નિયત કરેલા 10% સવર્ણ અનામતની જોગવાઈને લાગુ કરવા માટે આજે રાજ્ય કેબિનેટ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તદનુસાર, રાજ્યસરકારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉમેદવારની લાયકાત અને તેમના પરિવારની વાર્ષિક રૂ. 8 લાખથી ઓછી આવકનો માપદંડ જ ધ્યાને લીધો છે.

    આ મામલે માધ્યમો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, કેબિનેટમાં થયેલી વિશદ ચર્ચા અને સમાજ કલ્યાણ વિભાગ, નાણાં વિભાગ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તથા મુખ્ય સચિવ જેવા વરિષ્ટ અધિકારીઓ સાથેની ચર્ચા અને સૂચનોના અંતે, પુખ્ત વિચારણા બાદ મુખમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠક સર્વાનુમતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, આર્થિક પછાત સવર્ણોને 10% અનામતનો લાભ ઉમેદવારોના મેરીટ અને તેમના પરિવારની રૂ. 8લાખથી ઓછી આવકને ગણાવો

    પટેલે સ્પષ્ટ કર્યું કે, અમે ભારત સરકાર દ્વારા જે ધારાધોરણો જેમાં 5 એકરથી વધુ ખેતીની જમીન, 1000 ચોરસફૂટના રહેણાંકની જગ્યા સહિતના જે નોર્મ્સ હતા તેનું પાલન કરવાનું મુનાસીબ માન્યું નથી. અમે માત્ર આવકને જ કેન્દ્રસ્થાને રાખી છે.

    જે સવર્ણ ઉમેદવાર જે કોઈપણ રીતે અનામત મેળવતો ન હોય અને આ ઉમેવારની આવક, તેના માતા-પિતાની આવક કે ભાઈ-બહેનની આવક જે પગાર, ખેતીવાડીની જમીનની અવાક, ધંધા-વ્યવસાયની અવાક સહિતની આ બધા જ સ્ત્રોત મળીને જો કુલ આવક રૂ.8 લાખથી ઓછી હોય તો જ આ 10 % આર્થિક અનામત આપવાનો નોકરી અને શૈક્ષણિક સંસ્થોમાં આ લાભ આપવાનો નિર્ણય પ્રધાનમંડળની કેબિનેટ દ્વારા કરવામાં આવ્યો છે.

    ગુજરાત સરકારની માન્ય શૈક્ષણિક સંસ્થઓમાં જ્યાંએસટી-એસસી, ઓબીસી અત્યારે અનામત છે તે તમામમાં હવે આર્થિક અનામતના ધોરણે આર્થિક પછાતના વિદ્યાર્થીઓ માટે વધારાની 10% બેઠકની જોગવાઈ કરવામાં આવી છે. આ સીટો નવી ઉભી થશે. આ બેઠકોનો લાભ ફરજીયાત રૂપે સંસ્થા કરે અને આ માટે વધારાનો ખર્ચ થશે તો તે ભારત સરકાર કે રાજ્ય સરકાર જ્યાં લાગુ પડે છે ત્યાં કરશે। આ માટે જે વધારાનું બજેટ ફાળવવાનું થશે તે ગ્રાન્ટ રાજ્ય સરકાર ફાળવશે

    1978થી ગુજરાતમાં રહેતા તમામ આર્થિક સવર્ણને આ લાભ મળશે। આ સાથે 33%મહિલા અનામતમાં પણ આ જોગવાઈઓ આર્થિક પછાત સવર્ણ મહિલાઓને પણ લાગુ પડશે

    યાદ રહે, ભારત અને ગુજરાત સરકારના આર્થિક અનામતના ધારાધોરણો અલગ રહેશે। આર્થિક પછાતના આ પ્રમાણપત્રો મામલતદારથી ઉપલી કક્ષાના અધિકારીઓ જ આપી શકશે
    Published by:sanjay kachot
    First published:

    Tags: 10%, Upper caste, અનામત, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन