Home /News /gujarat /

10વર્ષના રોનીલની ઉપલબ્ધીઃજાવા પરિક્ષા 18 મિનિટમાં પાસ કરી મેળવ્યા 100માર્ક્સ

અમદાવાદઃભારતીય બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશોમાં જે પ્રકારે સિદ્ધિઓમેળવી રહ્યાં છે તે ગૌરવપ્રદ છે જ.એમાં પણ જ્યારે આપણા અમદાવાદના ગુજરાતી બાળકનું નામ પણ તેમાં શામેલ થાય તે ચોક્કસ જ નોંધ લેવા જેવી ઘટના છે. ઓરેકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી જાવા એસઈ સિક્સ પ્રોગામર પરીક્ષા ફક્ત દસ વર્ષની વયમાં પાસ કરવી અને તે પણ સોમાંથી સો માર્ક મેળવીને તે નાનીસૂની સિદ્ધિ નથી. આ સિદ્ધી અમદાવાદના રોનીલ શાહે મેળવી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

રોનીલ બિરેન શાહે ભલભલા સ્નાતકોને પરસેવો છોડાવે તેવા ટફ કોમ્પ્યુટર પ્રોગ્રામની ઓરેકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા ફક્ત 18 મિનિટમાં સોમાંથી સો માર્ક મેળવીને પાસ કરી છે. ટીનેજ પણ ન કહેવાય તેવી ઉંમરમાં જાવા પરીક્ષા ક્રેક કરનાર રોનીલ અમદાવાદના ઉસ્માનપુરામાં માતાપિતા અને નાના ભાઈ સાથે રહે છે.

રોનીલ સવારના સાતથી બપોરના ચાર વાગ્યા સુધી શાળાનો અભ્યાસ કરે છે બાદમાં એક કલાક ટીવી જુએ અને ઉપડી જાય ક્લાસીસમાં.તે ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી હોય તે સ્વાભાવિક છે. 22 સપ્ટેમ્બરે લેવાયેલી જાવા પરીક્ષા આપ્યાં પછી મેળવેલી સિદ્ધિ બાદ લાઈમલાઈટમાં આવી ગયેલો રોનિલ તેની
વયસહજ મજાક મસ્તી અને નાનાભાઈ સાથે ગેમિંગ પણ કરે જ છે.જોકે કોમ્પ્યુટર નોલેજ પણ આપે જ છે.

આગામી 16 ઓક્ટોબરે તેનું ઈન્દોરમાં એક રાષ્ટ્રીય સંસ્થા દ્વારા બાળપ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે.અને અમદાવાદમાં પણ શિક્ષણપ્રધાન અને સીએમની ઉપસ્થિતિમાં તેની સિદ્ધિ વિશે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં પોતાને શું કરવું છે તે આવી નાનીવયમાં જ નક્કી કરીને રોનીલ પોતાનું સ્વપ્ન હકીકતમાં ફેરવવા મક્કમ છે અને તે પ્રમાણે મહેનત કરી રહ્યો છે.
First published:

Tags: અભ્યાસ, એવોર્ડ, ગુજરાત, પરિક્ષા, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन