Home /News /gujarat /IND vs BAN 2nd ODI: ચાલુ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત, લોહી નીકળતા હોસ્પિટલ ભેગો કરવો પડ્યો
IND vs BAN 2nd ODI: ચાલુ મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત, લોહી નીકળતા હોસ્પિટલ ભેગો કરવો પડ્યો
રોહિત શર્મા ઇજાગ્ર્સ્ત
Rohit sharma injured: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્ર્સ્ત થઈ ગયો હતો. તેને આંગળીમાંથી લોહી નીકળતા હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.
Rohit Sharma Injured: રોહિત શર્મા બીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બીજી વનડેમાં કેચ લેતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. જો કે ઇજા કેટલી ગંભીર છે તેની માહિતી હજુ મળી શકી નથી પણ તેને લોહી નીકળવા માંડતા મેડિકલ ઍડવાઈસ લેવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
કેવી રીતે થઈ ઇજા?
આ ઘટના ત્યારે બની હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેચની બીજી ઓવર ફેંકી રહ્યો હતો. ચોથા બોલ પર બોલ બેટ્સમેન અનામુલ હકના બેટ સાથે અથડાયો અને બીજી સ્લિપમાં ગયો. જ્યાં રોહિત ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રોહિત કેચ પકડી ન શક્યો અને તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. આ પછી તે મેદાનની બહાર નીકળી ગયો હતો. ઈજા કેટલી ઊંડી છે? તેની તપાસ માટે તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
રોહિત શર્મા ટીમનો મહત્વનો ખેલાડી અને કેપ્તન છે. તેની ગેરહાજરીમાં મેદાનમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન લોકેશ રાહુલ ટીમની કમાન સંભાળશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-1થી પાછળ છે. ફાસ્ટ બોલર કુલદીપ સેન પણ મેચમાં નથી રમી રહ્યો. તેઓ ઘાયલ પણ થયા છે.
" isDesktop="true" id="1296398" >
શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમ માટે આ મેચ જીતવી જરૂરી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી શ્રેણી 2015માં બાંગ્લાદેશમાં રમાઈ હતી, જ્યારે યજમાન બાંગ્લાદેશ 2-1થી જીત્યું હતું. આ મેચમાં ભારત નહીં જીતે તો સાત વર્ષ બાદ ફરી ભારત શ્રેણી હારશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર