Home /News /gujarat /

Rohit sharma: કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા, ટીમ ઇન્ડિયાને આપ્યો સ્ટ્રોંગ મેસેજ

Rohit sharma: કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની પ્રથમ પ્રતિક્રિયા, ટીમ ઇન્ડિયાને આપ્યો સ્ટ્રોંગ મેસેજ

Rohit sharma first Interview After Named ODI Captain : રોહિત શર્માએ વન-ડે કેપ્ટન બન્યા બાદ આપી પ્રથમ પ્રતિક્રિયા

Rohit sharma Interview: ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટનનું પ્રથમ ઈન્ટરવ્યૂ કહ્યું, 'લોકો બોલતા આવ્યા છે, લોકો બોલશે તમે એના પર કાબૂ નહીં મેળવી શકો'

    Rohit Sharma New ODI Captain: ટીમ ઈન્ડિયાના નવા વન-ડે કેપ્ટન તરીકે બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માની પસંદગી (Rohit Sharma Named New ODI Captain) કરવામાં આવી છે. વિરાટ કોહલીએ (Virat Kohli T20 Captainship) ટી-20 કેપ્ટનશીપ છોડ્યા બાદ અટકળો ચાલી રહી હતી કે બોર્ડ રોહિતને વનડે કેપ્ટન પણ બનાવશે. જોકે, ગત બુધવારે આફ્રિકા (IND vs SA Squad) માટે જનારી ટીમ ઈન્ડિયાની જાહેરાત સાથે બીસીસીઆઈએ રોહિત શર્માની કેપ્ટન તરીકે વરણી કરી છે. રોહિત શર્માની કેપ્ટન તરીકે નિમણૂક થયા બાદ આજે તેણે બીસીસીઆઈ ટીવી સાથે ઈન્ટરવ્યૂ (Rohit sharma's first Interview After Named as ODI Captain) કર્યુ હતું અને પોતાની વાત રાખી હતી. તેણે ટીમને પણ સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે.

    વનડે કેપ્ટનશીપના વિવાદ વચ્ચે રોહિત શર્માએ કહ્યું કે ટીમનું ફોકસ સંપૂર્ણપણે લક્ષ્ય હરાસલ કરવા માટે હોવું જોઈએ. ખેલાડીઓએ વચ્ચે મજબૂત બોન્ડિંગની જરૂરિયાત છે. રોહિત શર્માએ લોકોની વાતો પર ધ્યાન ન આપવા માટે ટીમને ખાસ મેસેજ આપ્યો છે.

    લોકો સકારાત્મક-નકારાત્મક વાતો કરતા રહેશે

    રોહિત કહ્યું કે તમે જ્યારે ભારત માટે ક્રિકેટ રમતા હોવ ત્યારે પ્રેશર રહે છે. પ્રેશર કાયમ રહેશે. લોકો તમારા વિશે સકારાત્મક અને નકારાત્મક વાતો કરતા રહેશે. વ્યક્તિગત રીતે અને ક્રિકેટર તરીકે હું મારા કામ પર ફોકસ કરું છું. લોકો શું કહે છે તેના પર ફોકસ કરવું જરૂરી નથી. લોકો શું વાતો કરશે તેના પર તમારું નિયંત્રણ નથી. હું પહેલાં પણ આ વાત કહી ચુક્યો છું અને હજુ પણ આ જ વાત કરું છું અને ટીમ માટે રપણ આ જ મેસેજ છે.

    આ પણ વાંચો : ક્રિસ ગેલનો સૌથી ઝડપી T20 સદીનો રેકોર્ડ તોડી શકે છે આ 5 સ્ફોટક બેટ્સમેન, ભારતનો ખેલાડી પણ છે સામેલ

    બહારની વાતો આપણા કામની નથી

    રોહિત કહ્યું કે જ્યારે હાઇપ્રોફાઇલ ટુર્નામેન્ટ રમીએ ત્યારે વાતો થતી રહે છે. મેચ જીતવી અને પોતાના અંદાજમાં રમવું આપણા હાથમાં છે. બહાર જે વાતો થઈ રહી છે તે આપણા હાથમાં નથી. તે વાતો આપણા કામની પણ નથી. આપણે એકબીજા માટે શું વિચારીએ છીએ એ જ આપણા માટે મહત્ત્વપૂર્ણ છે.



    રાહુલ ભાઈ મદદ કરશે

    રોહિત કહ્યું કે ખેલાડીઓ વચ્ચે મજબૂત સંબંધ કેળવાય તે આવશ્યકત છે જેના કારણે આપણને લક્ષ્ય હાસલ કરવામાં મદદ મળે.રાહુલભઈ આ કામમાં આપણી મદદ કરશે. આ જ મારો ટીમને મેસેજ છે'

    આ પણ વાંચો :  Sachin Tendulkar : સચિન તેંડુલકરે રવિવારે કર્યો આ દેશી નાસ્તો, સોશિયલ મીડિયામાં Video થયો Viral

    સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમ

    વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્યા રહાણે, શ્રેયસ ઐયર, હનુમાન વિહારી, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, આર.અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ

    સ્ટેન્ડબાય : નવદિવ સૈની, સૌરભ કુમાર, દિપક ચહર, અરઝાન નાગવાસવાલા
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA, રોહિત શર્મા

    આગામી સમાચાર