Home /News /gujarat /GST અધિકારીના સ્વાંગમાં સોપારી ભરેલો ટેમ્પો લૂંટી ગયા હતા, સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ત્રણ સાગરીતોની ધરપકડ
GST અધિકારીના સ્વાંગમાં સોપારી ભરેલો ટેમ્પો લૂંટી ગયા હતા, સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ત્રણ સાગરીતોની ધરપકડ
ત્રણ સાગરીતોની ધરપકડ
Surat Crime Branch: જીએસટી અધિકારીના સ્વાંગમાં સોપારી ભરેલો ટેમ્પો લૂંટી જનાર ટોળકીના ત્રણ સાગરીતોની સુરત ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. જ્યારે સોપારી લૂંટની સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી કૌશિક પાઘડાળને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ગયા અઠવાડિયે સુરતના વરાછા રોડ વિસ્તારમાંથી આ લૂંટની ઘટના બની હતી.
સુરત: જીએસટી અધિકારીના સ્વાંગમાં સોપારી ભરેલો ટેમ્પો લૂંટી જનાર ટોળકીના ત્રણ સાગરીતોની સુરત ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે. જ્યારે સોપારી લૂંટની સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી કૌશિક પાઘડાળને ઝડપી પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ગયા અઠવાડિયે સુરતના વરાછા રોડ વિસ્તારમાંથી આ લૂંટની ઘટના બની હતી. વરાછા રોડ હીરાબાગ વિસ્તારમાં સોપારીના એક જથ્થાબંધ વેપારીનું આશરે 37 જેટલા સોપારી ભરેલો ટેમ્પો ખાલી થઈ રહ્યો હતો. તે દરમિયાનમાં ચાર વ્યક્તિઓ ત્યાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકે આપી હતી.
વેપારીઓને ધમકી આપી લૂંટ ચલાવતા હતા
ઉલ્લેખનીય છે કે, સોપારી ભરેલો ટેમ્પો લઈને પાસોદરા વિસ્તારમાં લઈ જતા રહ્યા હતા એટલું જ નહીં વેપારીએ જીએસટીની ચોરી કરી છે વગેરે મુદ્દાઓ પર વેપારીને ધમકાવ્યો હતો અને માલ જમા લેવો પડશે એમ જણાવ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને શંકા જતા વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટના સ્થળની ઝીણવટ ભરી તપાસ અને આસપાસના સીસીટીવી ચેક કરી આ લૂંટારોનું પગેરું પકડી પાડ્યું હતું. જેમાં ત્રણ લૂંટારુઓ અત્યારે ઝડપાઈ ગયા છે. આ ત્રણ પૈકી અવિનાશ ચૌહાણ, મિલન ડાભી અને મિલન સરપદડિયાની પોલીસે ધરપકડ કરી છે.
આ ત્રણેય પાસેથી સોપારીની બોરી નંગ 18 જેની કિંમત 3,69,000 જેટલી થાય છે, તે ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન તેમજ આ લૂંટની ઘટનાને અંજામ આપવા જે મોટરસાયકલનો ઉપયોગ થયો હતો, તેને કબજે કરવામાં આવી છે. આ લૂંટની ઘટનાને અંજામ આપનાર અને જીએસટી અધિકારી તરીકેનો સ્વાગ રચનાર કૌશિક પાઘડાળ નામનો મુખ્ય આરોપી છે આ કૌશિક પાઘડાળ જે જૂનગઢનો વતની છે. તેણે સોપારીની લૂંટની ઘટનાને જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી અંજામ આપ્યો હતો અને 18 બોરી સોપારી જુનાગઢ લઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ કૌશિક પાઘડાળે આવી જ મોડસ ઓપરેન્ડીથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં જૂનાગઢમાં બે ગાંધીનગર અને શાપર વેરાવળ ખાતે બે એમ કુલ ચાર ઘટનાઓને આવી જ રીતે લૂંટનો અંજામ આપી ચૂક્યો છે. કૌશિક પાઘડાળ જીએસટી અધિકારી બનીને વેપારીઓ સાથે આવી જ રીતે ચીજ વસ્તુઓની કે રોકડની લૂંટ કરતો હોવાની વિગતો અત્યારે સામે આવી છે. જોકે કૌશિક પાઘડાળ હજી ઝડપાયો નથી એ ઝડપાયા બાદ ઘણી મોટી વિગતો સામે આવે તેવી શક્યતા છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર