Home /News /gujarat /

લૂંટારુઓના ફાયરિંગમાં એકનું મોત,હવામાં ઉડ્યા લોહીના ફુવારા

લૂંટારુઓના ફાયરિંગમાં એકનું મોત,હવામાં ઉડ્યા લોહીના ફુવારા

દાહોદઃ જિલ્લાના ભોરવાગામે મધ્યરાત્રીના સમયે બંદુકધારી લૂંટારૂ ગેંગે ફાયરીંગ કરીને લૂંટ ચલાવી હતી.ભોરવાના લુવાર ફળીયામાં લૂંટારૂઓના ફાયરીંગથી એક યુવકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર જણા ઈજાગ્રસ્ત થતા દવાખાને દાખલ કરાયા છે.

  • Web18
  • Last Updated :
દાહોદઃ જિલ્લાના ભોરવાગામે મધ્યરાત્રીના સમયે બંદુકધારી લૂંટારૂ ગેંગે ફાયરીંગ કરીને લૂંટ ચલાવી હતી.ભોરવાના લુવાર ફળીયામાં લૂંટારૂઓના ફાયરીંગથી એક યુવકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર જણા ઈજાગ્રસ્ત થતા દવાખાને દાખલ કરાયા છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામના લુવાર ફળીયામાં રહેતા શંકરભાઈ લુહાર પરિવારના સભ્યો સાથે જમી પરવારીને આરામ કરી રહ્યા હતા આશરે મધ્યરાત્રીના સમયે તેમના ઘરના મુખ્ય દરવાજા પર લુટારુઓએ લાકડાનો થાભલો મુકી કંમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ લૂંટારૂઓએ પરીવારના સદસ્યોને મારમારીને  દરવાજા તોડીને ઘરમાં ઘુસી ગયા હતા.

પરીવારને દેશી તંમચાની અણીએ બાનમાં લઈને લૂટારૂઓએ સોનાચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી.લૂંટારૂઓ ઘરમા પ્રવેશતા જ ચોર ચોરની બુમો પાડતા નજીકના ગ્રામજનો દોડી આવ્યા હતા. જેથી લૂટારૂઓ ઘેરાઈ જતા બચાવા દોડીને આવેલા ગ્રામજનો પર  ઉપરા છાપરી ફાયરીંગ કરતા લોહીના હવામાં ફુવારા ઉડ્યા હતા. લૂંટારૂઓના ફાયરીંગમાં સ્થળ પર જ એકનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર જણાને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

લૂંટારૂ લૂંટને અંજામ આપી રહ્યા હતા ત્યારે બચાવોની બુમો સાંભળતા દોડીઆવેલા લોકોએ મકાનને ઘેરી લેવાના કારણે ગભરાઈ ગયેલા લૂંટારૂઓ દ્વારા દેશી તમંચા જેવા હથીયારો થી કરવામાં આવી રહેલા ફાયરીંગમા શંકર ભાઈ લુવાર, હલકાભાઈ લુહાર અને ઈશ્ર્વર લુવાર, અમૃત લુવાર ઘાયલ થયા હતા. ઘરના આંગણાં થયેલા ઉપરા છાપરી ફાયરીંગના કારણે પાંચ જણા ઘાયલ થતા લોહીના ફુવારા ઉડવાની સાથે  લોહીના ખાબોચીયુ ભરાઈ ગયુ હતું.

જ્યારે પાસેના ઘરનો યુવક સુરેશને માથામાં ગોળીના છરા વાગતા લોહી લુહાણ થવાની સાથે બાપા મરી ગયોની ચીસ પાડી હતી તેમજ ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યો હતો. દોડી આવેલા લોકોએ તાત્કાલીક 108ને જાણ કરીને બોલાવી હતી તેમજ ધાનપુર સરકારી દવાખાને લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત ચાર જણાની સ્થીતી નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે દાહોદ ખસેડ્યા હતા જ્યાથી તેમને વડોદરા રીફર કરાયા છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, ફાયરિંગ, બંધક, મોત, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन