Home /News /gujarat /

મોરબીઃપરિવારને બંધક બનાવી રૂ.3.84 લાખની લૂંટ

મોરબીઃપરિવારને બંધક બનાવી રૂ.3.84 લાખની લૂંટ

મોરબીઃ મોરબીના જોધપર(નદી) ગામે તસ્કરોએ તરખાટ મચાવીને પટેલ પરિવારના ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં નિંદ્રાધીન પટેલ પરિવારના ઘરમાંથી તસ્કરોએ 17 તોલા સોનું અને રોકડ રકમ મળીને 3.84 લાખના મુદામાલની ચોરી કરીને નાસી ગયા છે.આ બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ, એલ.સી.બી.ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોરબીઃ મોરબીના જોધપર(નદી) ગામે તસ્કરોએ તરખાટ મચાવીને પટેલ પરિવારના ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં નિંદ્રાધીન પટેલ પરિવારના ઘરમાંથી તસ્કરોએ 17 તોલા સોનું અને રોકડ રકમ મળીને 3.84 લાખના મુદામાલની ચોરી કરીને નાસી ગયા છે.આ બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ, એલ.સી.બી.ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોધપર ગામના રહેવાસી મનસુખભાઈ સદાતીયાનો પરિવાર ગત રાત્રિના અગાસીએ સુતો હતો ત્યારે તસ્કરોએ તેનI ઘરને  નિશાન બનાવીને ઘરમાં હાથફેરો કરી ગયા હતા. જેમાં 17 તોલા સોનુ અને 10 હજાર રોકડ મળીને 3.84 લાખથી વધુના મુદામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો સ્ટાફ, મોરબી એલ.સી.બી.ની ટીમે ઘટના સ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે. જોકે પ્રારંભિક તબક્કે કોઈ જ આધાર પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા ના હતા.ચોરીની ઘટનાની વિશેષ તપાસ કરવા માટે ફિંગર એક્સપર્ટ,ડોગ સ્કોવડ અને એફ.એસ.એલ.ની ટીમની મદદ લેવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું .

વધુમાં ગ્રામજનોની ચર્ચા મુજબ પાંચ તસ્કરો રાત્રિના ગામમાં ઘુસ્યા હતા
જેને મનસુખભાઈ સદાતીયાના ઘરમાં હાથફેરો કર્યા બાદ અન્ય ઘરોને નિશાન
બનાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, ગ્રામજનો જાગી જતાં તસ્કરોને પડકાર્યા  હતા જેથી તસ્કરોએ નાસી જવું પડયું હતું તેવું લોકમુખેથી ચર્ચામાં મળ્યું છે.

આમ નાનકડા એવા ગામમાં તસ્કરોએ તરખાટ મચાવતા ચકચાર મચી જવા પામી છે અને આવડી મોટી ચોરીના પ્રકરણના પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અને તસ્કર ગેંગને ઝડપી લેવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. અને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन