Home /News /gujarat /

નર્મદાઃતવડી પાસે ખેડૂતપુત્રોને લૂંટી લેનારા બે આરોપી ઝડપાયા

નર્મદાઃતવડી પાસે ખેડૂતપુત્રોને લૂંટી લેનારા બે આરોપી ઝડપાયા

નર્મદાઃ નાંદોદ તાલુકાના તવડી ગામે કાન્દ્રોજ ના બે યુવાનોને મારમારીને તવડી ગામના ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લુટી લેવાયા હતા. આ ઘટનામાં બે લુટારુને પોલીસે ઝડપી લીધા છે.

નર્મદાઃ નાંદોદ તાલુકાના તવડી ગામે કાન્દ્રોજ ના બે યુવાનોને મારમારીને તવડી ગામના ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા લુટી લેવાયા હતા. આ ઘટનામાં બે લુટારુને પોલીસે ઝડપી લીધા છે.

  • Web18
  • Last Updated :
નર્મદાઃ નાંદોદ તાલુકાના તવડી ગામે કાન્દ્રોજ ના બે યુવાનોને મારમારીને તવડી ગામના ત્રણ  અજાણ્યા શખ્સો દ્વારા લુટી લેવાયા હતા. આ ઘટનામાં બે લુટારુને પોલીસે ઝડપી લીધા છે.

નાંદોદ તાલુકાના  કાન્દ્રોજ ગામે રહેતા ધ્રુવ કિરીટભાઈ પટેલ અને ચિરાગ ભુપેંદ્રાભાઇ પટેલે ખેતરમા રોપવા કેળાના ટીસ્યુ ખરીદેલા હોવાથી બંન્ને બાઇક પર ઉમલ્લા વેપારીને ત્યા નાણા આપવા જતા હતા. પોતના ગામથી નિકળ્યા અને તવડી ગામ પાસે ઉભા રહ્યા ત્યાં તવડી ગામ બાજુથી ચાર શખ્સો આવીને આ બે યુવનોને ઘેરી લીધા હતા.

અને મારમારીને 70,000 રોકડા, દોઢ તોલાની સોનાની ચેન, અને બે મોબાઇલ ની લૂટ ચલાવી ભાગી ગયા હતા.પોલીસે તપાસ હાથધરીને બે શખ્સોને ઝડપી બે દિવસના રિમાન્ડ મંજુર કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

નર્મદા જીલ્લાના એલ.સી.બી .સ્ટાફ આમલેથા સ્પીનીંગ મીલ પાસે આવેલ હાઇ-વે રોડ પર વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે,લૂંટના આરોપીઓ મુદ્દામાલ વેચવા રાજપીપલા તરફ આવે છે. જેના  આધારે  મોટર સાયકલ પર આવતાં તેઓને પકડી પુછપરછ કરતાં તવડી ગામના  રોહીતભાઇ જીતુભાઇ વસાવા તથા મનોજભાઇ માધવભાઇ વસાવા રહે. છટવાડા પાસેથી સેમસંગ ગેલેક્ષી નોટ-૩ કંપનીનો મોબાઇલ ફોન તથા નંબર પ્લેટ વગરની મોટર સાયકલ મળી આવી હતી.

વધુ પુછપરછ કરતાં બન્ને ઘભરાઇ ગયા હતા અને  મોબાઇલ ફોન તા.૧૨મી જુન ૧૫ના બપોરના સમયે તવડી ગામના બસ સ્ટેન્ડ ઉપર બે વ્યક્તિઓને લોખંડના પાવડાથી માર મારી મોબાઇલ ફોન તથા સોનાની ચેઇન અને રોકડ રકમની લૂંટ કરેલ હોવાની કબુલાત કરતાં બન્ને ની ધરપકડ કરાઇ હતી.

ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ મોબાઇલ ફોન કબજે કરી બંન્ને આરોપીઓને  ઉમલ્લા પોલિસ પો.સ.ઇ ને સોપવામા આવ્યા હતા.પરંતુ જેની પાસે રોકડ રકમ રૂપિયા 70000 છે. તે સખ્સ હજી ફરાર છે. અને તેને પકડવા નર્મદા અને ભરૂચ પોલીસએ કમર કસી છે.
First published:

Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, લૂંટ, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन