Home /News /gujarat /

જામનગર : ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો કાર પલટી, ચારનાં મોત, એક ગંભીર

જામનગર : ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો કાર પલટી, ચારનાં મોત, એક ગંભીર

જામનગર- ધ્રોલ હાઇવે પર સોયલ ગામ નજીકની ઘટના, વહેલી સવારે કારનો અકસ્માત થતા જામજોધપુરના પરિવારના ચાર સભ્યોના મોત

જામનગર- ધ્રોલ હાઇવે પર સોયલ ગામ નજીકની ઘટના, વહેલી સવારે કારનો અકસ્માત થતા જામજોધપુરના પરિવારના ચાર સભ્યોના મોત

    ડ્રાઇવરોની બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા નિર્દોષો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ હાઇવે પર બની છે. આ અકસ્માતમાં મારૂતિની ઇકો કારના એક ડ્રાઇવરને ઝોકું આવી જતા તેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર નજીકના નાળામાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત વ્યક્તિને જામનગરની GG હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.




    બનાવની વિગત એવી છે કે જામનગર -ધ્રોલ હાઇવે પર સોયલ નજીક વહેલી સવારે એક ઇકો કાર પલટી ગઈ હોવાનો મેસેજ પોલીસને મળ્યો હતો. આ કારમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિ સવાર હતા તમામ લોકો જામજોધપુરનો પરિવાર હતો. કારને પલટી જતા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા.


    વહેલી પરોઢે સોયલ પાસે GJ 10 TV 8515 નંબરની ગ્રે કલરની ઇકો કાર પલટી જતા બુકડો થઈ ગઈ હતી. અકસ્માતના કારણે ચાર વ્યક્તિઓ કાળનો કોળિયો બની ગઈ હતી.


    અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી હતી જેને સારાવાર માટે ખસેડવામાં આવી હતી અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.


    અકસ્માતની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનું પંચમાનુ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन