રાજકોટ : લૉકડાઉન વચ્ચે પૂર્વ MLA અને મનપાના વિપક્ષના નેતાની ધરપકડ


Updated: April 3, 2020, 2:56 PM IST
રાજકોટ : લૉકડાઉન વચ્ચે પૂર્વ MLA અને મનપાના વિપક્ષના નેતાની ધરપકડ
બંને નેતાઓની અટકાયત.

અનાજ વિતરણની વ્યવસ્થામાં લોકોને અનેક મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ સાથે બંને નેતાઓએ ધરણાની જાહેરાત કરી હતી.

  • Share this:
રાજકોટ : એક તરફ સમગ્ર ભારતમાં લૉકડાઉન (21 Days Lockdown)ની સ્થિતિ છે ત્યારે સરકારે લોકોને હેરાનગતિ ન થાય તેમજ ગરીબોને પૂરતું અનાજ મળી રહે તે માટે રેશન કાર્ડ ધારકો (Ration Card Holders) માટે મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બે દિવસથી સસ્તા અનાજની દુકાનો પર લાંબી લાઈન જોવા મળી હતી. રાજકોટ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Congress Ex MLA Indranil Rajyaguru) અને મનપાના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા (Vashram Sagathiya) દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની જાહેરાત કરી હતી. જોકે, ધરણા પહેલા જ બંને નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ધરણાની જાહેરાત પગલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાના ઘર બહાર સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં 144ની કલમ અને લોકડાઉનના સમયમાં લોકોને કામ સિવાય ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ હોવાથી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાના ઘર બહાર નીકળતા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ મનપાના વિપક્ષના નેતા વશરામ સગઠિયાની પણ સોરઠીયાવાડી સર્કલ પરથી પોલીસે ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે જે રીતે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત લૉકડાઉન છે. રાજકોટમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યા 10 પર પહોંચી ચુકી છે. એક તરફ સરકાર ગરીબીને મફત અનાજ આપી રહી છે ત્યારે તેમાં લાંબી લાઇન જોવા મળી રહી છે. આથી લોકોને પડતી મુશ્કેલી બાબતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવા જઈ રહ્યા હતા.
First published: April 3, 2020, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading