Home /News /gujarat /BJP Candidate List: જામનગર ઉત્તરમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ

BJP Candidate List: જામનગર ઉત્તરમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ

જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળોનો અંત આવ્યો છે. જામનગર ઉત્તર બેઠક પરથી હકુભાને  ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ  આપવામાં આવી છે.

જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળોનો અંત આવ્યો છે. જામનગર ઉત્તર બેઠક પરથી હકુભાને  ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ  આપવામાં આવી છે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી.

    રિવાબા જાડેજાને ટિકિટ

    જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)ને  ટિકિટ આપવામાં આવી નથી.

    આ વખતે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ  આપવામાં આવી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે.

    રિવાબાને ટિકિટ

    હકૂભા જાડેજા જામનગર ઉત્તરમાંથી મજબૂત ઉમેદવાર હતા તેઓ મોટું માથું માનવમાં આવતા હતા. આ વખતે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ મળી છે.

    આજે ઉમેદવારોની યાદી જાહેર 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

    ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ફક્ત મહિલાઓ માટે! ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, 14 બેઠકો પર ચાલ્યો વુમન પાવર

    ભાજપના ઉમેદવારોની યાદી


    પહેલા ફેઝનાં 84 નામ જાહેર


    પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.

    બીજા ફેઝના ઉમેદવારોના નામની યાદી


    બીજા ફેઝમાં ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગુજરાત વિધાનસભા ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन