Home /News /gujarat /રિવાબાએ પરિણામ પહેલા જ શરૂ કરી દીધી ઉજવણી? જાડેજા પર ઊભરાયો પ્રેમ, કહ્યું, I LOVE YOU!
રિવાબાએ પરિણામ પહેલા જ શરૂ કરી દીધી ઉજવણી? જાડેજા પર ઊભરાયો પ્રેમ, કહ્યું, I LOVE YOU!
રિવાબાએ ફેસબુક પર જાડેજાને કરી બર્થડે વિશ
Rivaba Ravindra Jadeja FB Post: 6 ડિસેમ્બરે ગુજરાતનાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે અને ગુજરાતમાં બે દિવસમાં ચૂંટણી પરિણામો જાહેર થવાના છે ત્યારે રિવાબા જાડેજાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે પોતાનો પતિ-પ્રેમ દર્શાવ્યો છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ ગઇકાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના પતિને આઈ લવ યુ કહીને ઈમોશનલ શબ્દો લખ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે રવીન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે અને વિધાનસભા ચૂંટણીનું બીજા અને આખરી તબક્કાનું મતદાન પણ હતું. બીજા તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું હોવાની સંભાવના છે. જો કે રિવાબાએ પોતે અને તેમના માટે મતદાતાઑએ પણ પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું.
6 ડિસેમ્બરે ગુજરાતનાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો જન્મદિવસ છે અને ગુજરાતમાં બે દિવસમાં ચૂંટણી પરિણામો જાહેર થવાના છે ત્યારે રિવાબા જાડેજાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે પોતાનો પતિ-પ્રેમ દર્શાવ્યો છે.
શું લખ્યું પોસ્ટમાં?
તેમણે આ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે તું મને કેક ખાવાનું કારણ આપે છે. હું તને ઘણા કારણોથી પ્રેમ કરું છું અને તું આખી દુનિયાના પ્રેમને લાયક છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પોતે સામાજિક સ્તરે ઘણા સક્રિય છે અને તેમણે પોતે આ વખતે જામનગરમાથી ચૂંટણી લડી છે. તેઓ પોતાની અને ભાજપની જીતનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે.
અગાઉ તેમણે પોતે પણ પોતાના બર્થ ડે પર અનોખી ઉજવણી કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ અને બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપતા રહેતા હોય છે. ઉપરાંત કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ, બહેનોમાં અંધશ્રદ્ધા જેવી અનેક બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આજે રિવાબા દ્વારા આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવતું હોય છે.