Home /News /gujarat /કરોડપતિ બિઝનેસમેનની દિકરી છે રિવાબા, આલીશાન લાઈફ, જાડેજાને ગિફ્ટ મળી હતી ચાર બંગડીવાળી ગાડી

કરોડપતિ બિઝનેસમેનની દિકરી છે રિવાબા, આલીશાન લાઈફ, જાડેજાને ગિફ્ટ મળી હતી ચાર બંગડીવાળી ગાડી

જામનગરથી રિવાબા જાડેજા લડે છે ચૂંટણી

Rivaba Jadeja: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે જાણો કોણ છે આ બિઝનેસમેનની દીકરી

    Indian Cricketer Ravindra Jadeja: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Indian Cricketer Ravindra Jadeja) તેની પત્નીના પોલીસ સાથેના ઘર્ષણ લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે જાડેજાની પત્ની રીવા સોલંકી (Riva Solanki) ગુજરાતના જામનગરમાં તેની BMWમાં જઈ રહી હતી, ત્યારે એક પોલીસ કર્મચારીની બાઇકે તેને ટક્કર મારી હતી. આ ઘટના બાદ પોલીસકર્મી અને રીવા વચ્ચે ઝઘડો (Rivaba And Policeman Fight) થયો હતો. મામલો એટલો વધી ગયો કે પોલીસવાળાએ રીવાબા પર હાથ પણ ઉપાડ્યો. આ પછી જાડેજાએ ફરિયાદ કરી હતી, જે બાદ ઝપાઝપી કરનાર સંજય આહિરની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે જાડેજાની માતા અને નાનું બાળક પણ રીવાની કારમાં હતું. તો ચાલો જાણીએ કોણ છે રીવા સોલંકી (Who is Riva Solanki) અને કેવી છે તેમની લાઇફસ્ટાઇલ (Rivaba Solanki Lifestyle).

    રીવા અને જાડેજાના લગ્ન (Riva-Ravindra Marriage) 17 એપ્રિલ, 2016ના રોજ થયા હતા. બંનેના ભવ્ય લગ્ન 3 દિવસ સુધી ચાલ્યા હતા. રીવા પહેલાં ફેશન ડિઝાઈનર સાથે ઘણી વખત જોવા મળી હતી.

    માતા-પિતાની એકમાત્ર પુત્રી છે રીવા

    રીવા તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી છે. તેણી તેના માતા-પિતાની ખૂબ જ લાડલી છે. રિવાના માતા-પિતાએ લગ્ન પહેલાં જ જમાઈ રવિન્દ્ર જાડેજાને Audi Q7 ભેટમાં આપી હતી. જાડેજાની આ કાર લાંબા સમયથી ચર્ચામાં રહી હતી.

    કરોડપતિ બિઝનેસમેન છે રીવાના પિતા

    રીવા સોલંકી કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની પુત્રી છે, જેઓ રાજકોટના કોન્ટ્રાક્ટર છે. તેમની પાસે બે ખાનગી શાળાઓ અને એક હોટલ પણ છે. રીવાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે. રીવાના માતા પ્રફુલ્લબા રાજકોટ રેલ્વેમાં નોકરી કરે છે.

    રીવા-રવિન્દ્રની લવસ્ટોરી

    રીવા સોલંકી, રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાની ખૂબ સારી મિત્ર હતી. તેથી નૈનાએ જ જાડેજા અને રીવાની પાર્ટી દરમિયાન મુલાકાત કરાવી હતી. જે બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. 17 એપ્રિલ, 2016ના રોજ રવિન્દ્ર જાડેજા અને રીવા સોલંકી પવિત્ર લગ્નબંધનમાં બંધાઇ ગયા હતા.

    આ પણ વાંચો: જામનગર ઉત્તરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું - ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે’

    એન્જીનીયર છે રીવા

    રીવાબા જાડેજાના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે મિકેનિકલ એન્જીનીયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તે યુપીએસસીની પણ તૈયારી કરી રહી છે. રીવા અને રવિન્દ્ર જાડેજા એક નાની બાળકીના પેરેન્ટ્સ છે. રીવાએ ગત વર્ષે જુલાઇમાં એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો, જેનું નામ નિધ્યાના છે.



    તાજેતરમાં જાડેજાએ કહ્યું હતું કે તેઓની પત્ની સમાજની સેવા કરવા માંગે છે લોકોને મદદ કરવા માંગે છે અને માટે રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. તેણે પોતે પણ રિવાબાને મદદ કરવાનું અને સમર્થન આપવાનું કહ્યું હતું.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Jamnagar News, રવિન્દ્ર જાડેજા, રિવાબા, રિવાબા જાડેજા

    विज्ञापन
    विज्ञापन