Home /News /gujarat /ગાંધીનગરના MLA રીટા પટેલનો પોતાની જ સરકારના ઉર્જા મંત્રીને પત્ર, શહેરીજનોને પડતી તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો
ગાંધીનગરના MLA રીટા પટેલનો પોતાની જ સરકારના ઉર્જા મંત્રીને પત્ર, શહેરીજનોને પડતી તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો
ધારાસભ્યએ લોકોને તકલીફ પડતા મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી
Gujarat MLA Rita Patel Letter To Minister: ગાંધીનગર ઉત્તર બેઠકના ભાજપના ધારાસભ્ય રીટા પટેલે પોતાની જ સરકાર સમક્ષ લોકોને પડતી તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો છે. તેમણે જીઈબીના લીધે થતા પ્રદૂષણ અંગે ઉર્જા મંત્રીને પત્ર લખીને સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
ગાંધીનગરમાં થર્મલ પાવર સ્ટેશનમાંથી રખ્યા ઉડવાના કારણે આસપાસમાં રહેતા લોકોને તકલીફ વેઠવી પડે છે. હવે આ મામલે વારંવાર નજીકના સેક્ટરોમાં રહેતા લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન આવ્યું નથી. હવે આ મામલે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા જ પોતાની સરકારને લોકોને પડતી તકલીફ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ અંગે રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે.
ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટા પટેલે પોતાના મતવિસ્તારમાં નાગરિકોને પડી રહેલી મુશ્કેલી મામલે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને રજૂઆત કરી છે. રીટા પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે, ધુમાડાની સાથે અમૂક કચેરો હવામાં ઊડીને સ્થાનિક રહેવાસીઓને ઘરમાં આવે છે. સાંજના સમયે સ્થાનિકોના ઘરના દરવાજા બંધ રાખવા પડે છે. થર્મલ પાવર સ્ટેશન માંથી નીકળતો ધૂમાડા મામલે સ્થાનિકોએ ધારાસભ્ય સમક્ષ કરી રજુઆત કરી હતી. જે પછી ધારાસભ્ય રીટા પટેલે આ મામલે ઉર્જા મંત્રીને રજૂઆત કરી ને લોકોના સ્વાસ્થ્ય જળવાય તે માટે પગલાં ભરવા કરી માગ પત્ર લખીને રજૂઆત કરી છે.
રીટા પટેલે આ પત્રમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં આવેલા GEB થર્મલ પાવર સ્ટેશન, પેથાપુર ગાંધીનગરમાં આવેલું છે. સેક્ટર-28, 29, 21 અને 30ના રહેવાસીઓએ મને કરેલ રજૂઆત અનુસાર થર્મલ પાવર સ્ટેશનમાંથી પ્રદૂષણ યુક્ત ધુમાડો નીકળે છે. જે ધુમાડો માનવજીવન માટે હાનિકારક છે. તેનાથી ઘણુ બધુ પ્રદુષણ ફેલાય છે.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતા આ પ્રદૂષણના લીધે ત્યાંના રહીશોનું જીવન જોખમાય છે. આમ ઉક્ત બાબતોને ધ્યાને લઈને તમે અધિકારીને જરૂરી સૂચના આપો જેથી આ સમસ્યા દૂર થાય. ભલે રાજ્યમાં ભાજપની સરકાર હોય પરંતુ રીટા પટેલે પોતાના મતવિસ્તારમાં લોકોને પડી રહેલી હલાકી અને તેમના આરોગ્યની ચિંતા મામલે ઊર્જા મંત્રીને આ પત્ર લખીને યોગ્ય પગલા ભરવા માટે જણાવ્યું છે.
રીટા પટેલ પોતે જ ભાજપના ધારાસભ્ય છે તેમ છતાં તેમણે પોતાના મતવિસ્તારમાં લોકોને પડતી હાલાકી અંગે રાજ્યના મંત્રીને રજૂઆત કરી છે. ત્યારે ભાજપના 155 ધારાસભ્યોએ આ બાબતમાંથી પ્રેરણા લઈને કામગીરી કરે તેનું એક ઉદાહરણ રજૂ કર્યું છે. કારણ કે મતવિસ્તારમાં પ્રજાને પડતા પ્રશ્નોનું સમાધાન કરવું એક પ્રજાના પ્રતિનિધિની જવાબદારી છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર