RISING INDIA SUMMIT: એક મંચ પર હશે મોદીથી લઈને તમામ CM

News18 Gujarati
Updated: March 13, 2018, 4:46 PM IST
RISING INDIA SUMMIT: એક મંચ પર હશે મોદીથી લઈને તમામ CM

  • Share this:
દેશનો સૌથી મોટો ટીવી સમૂહ ન્યૂઝ 18 નેટવર્કના કાર્યક્રમ 'Rising India'માં નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ અને કેપ્ટન અમરિંદર સિંહ જેવા રાજનેતાઓ સિવાય ક્રિકેટ જગતના પણ મહાન નામ સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી પણ એક મંચ પર જોવા મળશે. તો બિઝનેસ લીડર્સની વાત કરવામાં આવે તો ઇંદ્રા નૂયી, નંદન નીલકેણી, વિજય શેખર શર્મા, ચંદા કોચર અને ઉદય કોટક ભાગ લેશે. એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને એકતા કપૂર પણ સામેલ થશે. આ બધા સિવાય સૌથી ફેમસ કેનેડિયન પત્રકાર-લેખક મૈલ્કમ ગ્લેડવેલ અને નોબલ પુરૂસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેન પણ ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્ય વિશે વાત કરશે.મૈલ્કમ ગ્લેડવેલ:

મૈલ્કમ ગ્લેડવેલ કેનેડિયન પત્રકાર છે. અને ન્યૂ યૉર્કરમાં વર્ષ 1996થી કામ કરી રહ્યાં છે. તેમણે The Tipping Point, Blink, Outliers, What the Dog Saw: And Other Adventures અને David and Goliath નામના 5 પુસ્તકો લખ્યા છે. વર્ષ 2005માં ટાઈમએ તેમને દુનિયાના 100 સૌથી
પ્રભાવશાળી લોકોમાંથી એક બતાવ્યા હતા.

પૉલ ક્રુગમેન:પૉલ રોબિન ક્રુગમેન એક અમેરિકી અર્થશાસ્ત્રી છે જે હાલ યૂનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં ભણે છે અને ન્યૂયોર્ક ટાઈમ્સના કૉલેમિનિસ્ટ પણ છે. તેમણે વર્ષ 2008માં ન્યુ ટ્રેડ થિયરી અને ન્યૂ ઇકોનોમિક જિયોગ્રાફી માટે અર્થશાસ્ત્ર નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ક્રુગમેન અત્યાર સુધી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે જોડાયેલા 27 પુસ્તક લખી ચૂક્યા છે. તે સતત ભારતને
દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બતાવી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી:
મોદી સ્વતંત્ર ભારતના 15માં પ્રધાનમંત્રી છે. અને આ પદ પર બિરાજમાન થનારા સ્વતંત્ર ભારતમાં જન્મેલા પહેલા વ્યક્તિ પણ છે. તે સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવીને દિલ્લી પહોચ્યા. તેના નેતૃત્વમાં ભાજપ આજે 18 રાજ્યમાં સરકાર ચલાવી રહી છે અથવા તો ગઠબંધનમાં છે. માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પણ સૌથી વધારે ફોલોઅર વાળા ભારતીય નેતા છે. ટાઈમ પત્રિકાએ મોદીને પર્સન ઓફ ધ યર 2013માં 42 ઉમેદવારોની યાદીમાં સામેલ કર્યા હતા. એક ગરીબ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. અને પિતાની મદદ કરતા હતા. આજે દુનિયા તેને 'વિકાસ પુરૂષ'ના નામથી ઓળખે છે.

યોગી આદિત્યનાથ:
યોગી આદિત્યનાથ જેનું સાચુ નામ છે અજય સિહં બિષ્ટ. ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના મહંત છે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ છે. તેઓ વર્ષ 1998માં પહેલીવાર લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી. જે બાદ ગોરખપુર સીટ પરથી 5 વખત ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. વિવાદોમાં રહેનારા યોગી પોતાના કડક નિવેદનોને લઈને ઓળખાય છે.લિસ્ટ તો ઘણુ લાંબુ છે. પરંતુ આ બધા સિવાય ગબોનના રાષ્ટ્રપતિ અલી બાંગો ઓંડિંબા, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ નેશનલ પ્રેસિડેંટ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસના નેતા શશિ થરૂર, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, સચિન તેંદુલકર,રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, નિતિન ગડકરી, પીયૂષ ગોયલ અને બિહારના સીએમ નીતીશ કુમારસ રાજસ્થાનના સીએણ વસુંધરા રાજે અને આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ છે.

 
First published: March 13, 2018, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading