Home /News /gujarat /Rising Gujarat 2022: જીતુ વાઘાણીએ કહ્યું- ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણવા આવશે

Rising Gujarat 2022: જીતુ વાઘાણીએ કહ્યું- ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણવા આવશે

રાઇઝિંગ ગુજરાતમાં (Rising Gujarat 2022) રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

Rising Gujarat 2022 - ન્યૂઝ 18 ગુજરાતીના ખાસ પ્રોગ્રામ રાઇઝિંગ ગુજરાતમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું - ગુજરાત સરકાર પરીક્ષામાં પારદર્શિતા લાવી છે. હવે ગુજરાતમાં પ્રામાણિકતાથી નોકરી મળે છે

    અમદાવાદ : ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના (News18 Gujarati)ખાસ પ્રોગ્રામ રાઇઝિંગ ગુજરાતમાં (Rising Gujarat 2022) રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ખાસ વાતચીત કરતા કહ્યું હતું કે સ્કૂલ ઓફ એક્સિેલન્સ મહત્વનો પ્રોજેક્ટ છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણવા આવશે. કોઈ વિદ્યાર્થી પાછળ ન રહે તેઓ ઉદેશ્ય છે. સૌથી મોટું બજેટ આ વખતે ફાળવવામાં આવ્યું છે. 28 વર્ષથી અમને જનતાના આશિર્વાદ મળે છે.

    રાઈઝિંગ ગુજરાતમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ગામડાના વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણે છે. ગામડાના વિદ્યાર્થીઓ માટે સરકારી શાળા જ વિકલ્પ છે. અમારી શાળામાં યોગ્યતા ધરાવતા શિક્ષકો છે. શિક્ષકોની બઢતી બદલીના નિર્ણયથી મોટા વર્ગને લાભ મળ્યો છે. શિક્ષકો એ મારો પરિવાર છે. શાળાઓમાં આજે 100 ટકા એનરોલમેન્ટ છે. શિક્ષકો એ અમારો જ પરિવાર છે. શિક્ષક 2-3 વર્ષમાં વતન પરત ફરી શકશે.
    " isDesktop="true" id="1208327" >


    જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકારી નોકરીમાં પરીક્ષા લેવાની શરૂઆત અમે કરી છે. ગુજરાત સરકાર પરીક્ષામાં પારદર્શિતા લાવી છે. હવે ગુજરાતમાં પ્રામાણિકતાથી નોકરી મળે છે.

    આગામી ચૂંટણી પર જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જનતાની સેવા કરવી અમારો ધર્મ છે. રાજ્યની જનતા ઘણી સમજુ છે. કોઇએમ માનતું હોય કે ગુજરાતને ગેરમાર્ગે દોરી જઇશું તો ભૂલ છે. ગૌરવશાળી જનતા બધુ સમજીને મત આપશે. પાર્ટીએ નક્કી કરેલો લક્ષ્યાંક બુથ કમિટીના સૈનિકથી માંડીને રાજ્યના પ્રમુખ સીઆર પાટિલ હોય તે અમારા મુખ્યમંત્રી હોય કે પૂર્વ મુખ્યમંત્રીઓ હોય, બીજેપી પ્રમુખ જેપી નડ્ડા હોય બધા એક થઇ જનતાના આશીર્વાદ લેવા નીકળતા હોઇએ છીએ.



    જીતુ વાઘાણીએ કહ્યું કે અમે ભાગ્યશાળી છીયે કે અમને કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખેડૂતોના જીવનમાં બદલાવ કરવાનું કામ ભાજપ સરકારે કર્યુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવા સરકારની ‘નલ સે જલ’ યોજના છે. નર્મદાનું પાણી ઘરે ઘરે મળે તેવું ભાજપ સરકારનું શાસન છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rising gujarat, ગુજરાત, જીતુ વાઘાણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन