ઋષિ પંચમીનું વ્રત કેવી રીતે કરવું, જાણો અહી..

News18 Gujarati
Updated: September 14, 2018, 12:40 PM IST
ઋષિ પંચમીનું વ્રત કેવી રીતે કરવું, જાણો અહી..
News18 Gujarati
Updated: September 14, 2018, 12:40 PM IST
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે.

માધવીય હારિતમાં કહ્યું છે કે, “પૂજાના સઘળાં વ્રતોમાં મધ્યાહ્‌ન સમયની તિથિ લેવી. જે દિવસે ભાદરવા સુદ પાંચમ હોય તે દિવસે મધ્યાહ્‌ન સમયે સ્વચ્છ જળવાળી નદી અથવા તળાવના કિનારે જઈ 108 અથવા સાત અધેડાનાં દાતણ કરવાં.

ઋષિ પંચમી વ્રત કેવી રીતે કરવું

-સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
-। ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
- તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
Loading...

- ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
- ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
- દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.
- આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
- છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
- આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

આ વ્રત સર્વ વ્રતોમાં ઉત્તમ તથા પાપનો નાશ કરનારું છે. આ વ્રત કરવાથી નરકમાં જવું પડતું નથી. કથાઃ પહેલાંના સમયમાં વૃત્રાસુર નામના રાક્ષસને મારવાથી દેવરાજ ઈન્દ્રને બ્રહ્મહત્યાનું ભયંકર પાપ વળગ્યું. તે પાપને કારણે દેવરાજનો વર્ણ કાળો પડવા લાગ્યો. બ્રહ્મહત્યા બહુ ભયંકર છે. આથી દેવરાજ ઈન્દ્રને બહુ શરમ આવવા લાગી.બહુ વિચારને અંતે દેવરાજ ઈન્દ્ર પોતાની પત્ની શચિના કહેવાથી બ્રહ્માજી પાસે બ્રહ્મહત્યાના પાપનું નિવારણ પૂછવા ગયા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓની સાથે વિચાર કરી બ્રહ્મહત્યાના ચાર ભાગ કર્યા.તે ચાર ભાગને ચાર સ્થાનમાં વહેંચી દીધા. બ્રહ્મદેવે બ્રહ્મહત્યાનો પ્રથમ ભાગ અગ્નિની પહેલી જ્વાળામાં, બીજો ભાગ નદીના પહેલા પૂરમાં અને ત્રીજો ભાગપર્વતોની ગુફામાં તથા ચોથો ભાગ સ્ત્રીની રજમાં મૂકયો.

ઋષિપંચમીના દિવસે ખૂબ શ્રદ્ધાથી આ વ્રત કરવાનો સંકલ્પ લઈ વ્રત કરવું. વ્રતની કથા ખાસ સાંભળવી. તે દિવસે શાક અથવા સામાનો આહાર કરવો. સદાચાર પાળવો. સપ્તર્ષિનું ધ્યાન ધરવું.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...