Home /News /gujarat /Health: પાણી પીતી વખતે આટલી ભૂલો ન કરતાં, સ્વાસ્થને થઈ શકે છે ગંભીર નુક્શાન

Health: પાણી પીતી વખતે આટલી ભૂલો ન કરતાં, સ્વાસ્થને થઈ શકે છે ગંભીર નુક્શાન

પાણી પીતા સમયે આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Right way to drink water: પાણી (Water is best Medicine) શરીર માટે ઓષધિ સમાન છે, જેની ઉણપ વ્યક્તિને મૃત્યુ તરફ પણ દોરી શકે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની કમી સૌથી વધુ થતી હોય છે અને તેનાથી બચવા માટે તમારે તેને પીવાની યોગ્ય અને સાચી રીત જાણવી જરૂરી છે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાણી (water) થી શરીરને ફાયદો થાય તે માટે યોગ્ય રીતે પાણી પીવું ખૂબ જરૂરી ( Importance of Drink water) છે. પાણી શરીર માટે ઓષધિ સમાન છે, જેની ઉણપ વ્યક્તિને મૃત્યુ તરફ પણ દોરી શકે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની કમી સૌથી વધુ થતી હોય છે અને તેનાથી બચવા માટે તમારે તેને પીવાની યોગ્ય અને સાચી રીત જાણવી જરૂરી છે. જો તમે પણ પાણી પીતી વખતે આ ભૂલો કરો છો તો તેને તરત જ બદલી નાખો.

  એક સાથે વધારે પાણી પીવું -Drink a lot of water at once
  તરસ લાગી હોય ત્યારે એક સાથે ઘણું બધુ પાણી પીઓ છો? પાણી પીવું એ સારી બાબત છે, જો કે એક સાથે વધુ પડતું પાણી પીવું યોગ્ય નથી. દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ આનાથી વધુ પીવું ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક જ સમયે મોટી માત્રામાં પાણી શરીરમાં પહોંચે એટલે તે ઇલેક્ટ્રોલાઇટ્સને પાતળું કરે છે, જેના કારણે હાઇપોનેટ્રેમિયા નામની સ્થિતિ સર્જાય છે. આમાં, સોડિયમનું સ્તર ઘટવા લાગે છે. તેથી ન તો વધારે પાણી પીવું અને ન તો એક સાથે પીવુ જોઈએ.

  આ પણ વાંચો-પોતાના 'અંડરગાર્મેન્ટસ' ને લઈને મહિલાઓએ આ વાતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી

  વારંવાર પાણી પીવું- Drink water too quickly
  વારંવાર પાણી પીવું પણ યોગ્ય નથી. પાણીનુ વધુ પડતુ પ્રમાણ શરીરના લોહીમાં સોડિયમ અને વધુ પડતા લિક્લિડ પદાર્થોને સંતુલિત કરી શકતુ નથી. જેના કારણે શરીરમાં સોજો પણ આવી શકે છે. આ સાથે જ વારંવાર પાણી પીવાથી એડિમાનો ભય રહે છે.

  ઉભા ઉભા પાણી પીવું -Drink water while standing
  આયુર્વેદ અનુસાર, ઉભા રહીને પાણી પીવાથી પેટ પર વધુ પ્રેશર આવે છે. ઉભા રહીને પાણી પીવાથી પાણી ઈસોફેગસ દ્વારા પ્રેશર સાથે પેટમાં ઝડપથી પહોંચે છે. તેનાથી પેટ અને પેટની આસપાસની જગ્યા અને પાચનતંત્રને નુકસાન થાય છે.

  " isDesktop="true" id="1205057" >

  જમતા જમતા પાણી પીવું -Drink water while eating
  જમતી વખતે વારંવાર કે વચ્ચે વચ્ચે પાણી પીવું પણ યોગ્ય નથી. જો તમને આવી આદત હોય તો તમારે તેને તરત જ બદલવી જોઈએ. ભોજન સાથે પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. પાણી તમારા ગેસ્ટ્રિક જ્યુસને પાતળું કરે છે, અને ખોરાકને પચવામાં મુશ્કેલ બનાવે છે, ખાસ કરીને પ્રોટીન પચવામાં અધરુ પડે છે. આટલું જ નહીં તેનાથી તમને એસિડ રિફ્લક્સની સમસ્યા પણ થાય છે. ભોજન પહેલાં 30 મિનિટ અને ભોજન પછી 30 મિનિટ પાણી પીવું જોઈએ.

  વધુ પડતુ ઠંડુ પાણી પીવું -Drink too cold water
  કાળઝાળ ગરમીમાં રેફ્રિજરેટર ખોલીને ઠંડુ ઠંડુ પાણી પીવું સામાન્ય બાબત છે. જો કે, તે પીવામાં તો ઘણું જ સારું લાગે છે પણ તે શરીરને નુક્શાન પહોંચાડે છે. આ વધારે પડતુ ઠંડુ પાણી યોનિ તંત્રિકાને નુકસાન પહોંચાડી શકે છે, જે રોગપ્રતિકારક તંત્રમાં સૌથી લાંબી તંત્રિકા છે.

  આ પણ વાંચો-Weight Loss: વજન ઘટાડવા માટે અપનાવી જુઓ આ ટિપ્સ

  એક શ્વાસમાં પાણી પીવું -Drink water in one breath
  જો તમે એક શ્વાસમાં પાણી ગટગટાવી જાવ છો, તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. પાણી પીવાની આ રીત તમને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત પાણી સીધું છાતીમાં પહોંચી જાય છે અને તેનાથી અસહ્ય દુ:ખાવો થઈ શકે છે. આ પ્રક્રિયા તમારા અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Drink water, આરોગ્ય, પાણી

  विज्ञापन
  विज्ञापन