સુરત: ટ્રાફિક પોલીસના દંડથી બચવા રીક્ષાવાળાએ અપનાવી અનોખી તરકીબ

પ્રતિકાત્મક તસવીર

જેમ જેમઆ તરકીબની અન્ય રીક્ષા ચાલકોને ખબર પડી રહી છે, તેમ એકને જોઈને બીજો અને બીજાને જોઈને ત્રીજો રીક્ષા વાળો આ તરકીબ અજમાવી રહ્યો છે

  • Share this:
સુરત : કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ ખરાબ હાલત રીક્ષા ચાલકોની છે, ત્યારે આ મહામારીમાં આવક નથી, તેવામાં સતત પોલીસ ગાઈડ લાઇનને લઈને દંડ કરી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે એક અનોખી તરકીબ અપનાવી છે અને એક બીજાનું જોઈને રીક્ષા પર પોલીસ સ્ટેશનનું નામ લખવાથી પોલીસ પકડતી નથી, જેને લઈને શહેરમાં અનેક રીક્ષા ચાલકો રીક્ષા પાછળ પોલીસ સ્ટેશનનું નામ લખાવેલી રીક્ષા જોવા મળી રહી છે.

કોરોના મહામારી વચ્ચે સતત બે મહિના લોકડાઉન ચાલ્યું, જેને પગલે રોજનું રોજ કમાઈ ખાવા વાળા રીક્ષા ચાલકોની હાલત ખરાબ બની હતી. હાલ પણ સુરતમાં લોકડાઉન બાદ પણ લોકો ઘરની બહાર કામ વગર નથી નીકળતા, જેને પગલે વેપાર ચાલતો નથી. બીજી બાજુ મહામારીને લઇને રીક્ષામાં બે કરતા વધુ લોકોને બેસાડવા પર પ્રતિબંધ છે, ત્યારે આ ગાઈડ લાઇન અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને લઈ દરરોજ રીક્ષા ચાલકોને દંડ ભરવાનો વારો આવી રહ્યો છે.એકબાજુ, આવક નથી અને દંડ થતો હોવાને લઈને કેટલાક રીક્ષા ચાલકોએ એક નવી તરકીબ અજમાવી છે અને પોતાની રીક્ષા પાછળ પોલીસ સ્ટેશનનું નામ લખવાનું શરૂ કર્યું છે, જેને લઈને પોલીસ તેમને પકડે નહિ અને તેવો દંડથી બચી શકે.

જેમ જેમઆ તરકીબની અન્ય રીક્ષા ચાલકોને ખબર પડી રહી છે, તેમ એકને જોઈને બીજો અને બીજાને જોઈને ત્રીજો રીક્ષા વાળો આ તરકીબ અજમાવી રહ્યો છે. જોકે આજે આવી એક રીક્ષા જોવા મળતા અમે રીક્ષા ચાલાક ને પૂછતાં તેણે જણાવ્યું કે, પોલીસ દંડથી બચવા માટે તેના મિત્રએ આ તરકીબ અજમાવી હતી અને તેની પાસે શીખી મે પણ આ તરકીબ અજમાવી છે. તેણે એ વાત પણ કબૂલ કરી કે, ટ્રાફિક પોલીસ તેની રિક્ષાને દંડ નથી કરતી, પોલીસ પુછે તો આ પોલીસ મથકની રીક્ષા કહેતા તેમને તાત્કાલિક છોડી મુક્ત કરી દે છે.
Published by:kiran mehta
First published: