શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-TATનું 62.32% પરિણામ (ગુજરાતી માધ્યમ) જાહેર
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-TATનું 62.32% પરિણામ (ગુજરાતી માધ્યમ) જાહેર
પ્રતિકાત્મક તસવીર
આ પરીક્ષામાં 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 1,20,862 હાજર રહ્યાં હતા, જ્યારે 65,876 ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષાનું કુલ પરિણામ 62.32% જાહેર કરવામાં આવ્યું છે.
ન્યૂઝ18 ગુજરાતી : "શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક), પરીક્ષાનું પરિણામ આજરોજ એટલે કે 16 મૅ, 2019ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ તમામ વિષયોને આવરી લેતું છે.
આ પરીક્ષામાં 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 1,20,862 હાજર રહ્યાં હતા, જ્યારે 65,876 ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષાનું કુલ પરિણામ 62.32% જાહેર કરવામાં આવ્યું છે.
અહીં તપાસો તમારું રિઝલ્ટ :
ગુજરાતી માધ્યમના તમામ વિષયનું પરિણામ તથા ઓએમઆર સહિત સહિતની ફાઇનલ એન્સર કી નીચેની વેબસાઈટ ઉપરથી જાણી શકાશે :
ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા તારીખ 27 જાન્યુઆરી, 2019ના રવિવારના દિવસે આ પરીક્ષા લેવામાં આવી હતી. થોડા સમય પૂર્વે પરિણામ જાહેર ના કરવા બદલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, ચૂંટણી આચારસંહિતાને લઈને બોર્ડ પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાની સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર