ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિત્રાન પ્રવાહની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મી મેના રોજ જાહેર થશે. ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ફાર્મસી અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી સવારે 8.00 વાગ્યાથી પરિણામ મેળવી શકશે.
ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સાથે લેવાયેલી ગુજકેટની પરીક્ષામાં એ, બી અને એબી ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સરકાર દ્વારા નક્કી કરાયું છે કે ગુજકેટના પરીક્ષાના પરિણામ પણ 9મી મેના રોજ જ જાહેર થશે. 26મી એપ્રિલના રોજ યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં રાજ્યના 607 કેન્દ્રો પર 1,34,846 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસના એડમિશન લેવામાં તકલીફ ન પડે તેથી ગુજકેટનું પરિણામ પણ એક જ દિવસે જાહેર કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર