ભારત યાત્રા માટે વોશિંગ્ટનથી રવાના થયા ટ્રમ્પ, જાણો - 36 કલાક ભારતમાં શું-શું કરશે?

News18 Gujarati
Updated: February 23, 2020, 10:49 PM IST
ભારત યાત્રા માટે વોશિંગ્ટનથી રવાના થયા ટ્રમ્પ, જાણો - 36 કલાક ભારતમાં શું-શું કરશે?
સવારે 11 કલાકે 40 મિનિટ પર અમદાવાદ પહોંચશે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ હશે, જે ભારત યાત્રા પર પહોંચી રહ્યા છે.

 • Share this:
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની યાત્રા પર સોમવારે ભારત પહોંચી રહ્યા છે. ભારતીય સમયાનુંસાર રવિવાર રાત્રે સવા આઠ કલાકે તે વોશિંગ્ટનથી રવાના થયા. તે અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ હશે, જે ભારત યાત્રા પર પહોંચી રહ્યા છે. બે દિવસની યાત્રામાં તે 36 કલાક ભારતમાં વિતાવશે. આ દરમિયાન તેમનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત રહેશે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાંકા ટ્રમ્પ, જમાઈ અને એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત પહોંચી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11 કલાકે 40 મિનિટ પર અમદાવાદના સરદારભાઈ વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. બપોરે 12.05 કલાકે ટ્રમ્પ સાબરમતિ આશ્રમ પહોંચશે. બપોરે 1.05 મિનિટ પર અમદાવાદના મોટેરામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે. અહીં, લગભગ 1.10 લાખ લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદીના તર્જ પર હશે.

દિલ્હી પહોંચ્યા પહેલા કરશે તાજની મુલાકાત

ગુજરાતથી દિલ્હી પહોંચ્યા પહેલા ટ્રમ્પ પોતાના પરિવાર સાથે તાજ મહેલ જોવા આગરા જશે. બપોરે 3.30 કલાકે તે આગરા માટે વિમાનમાં સવાર થશે. સાંજે 4.45 કલાકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગરા પહોંચશે. સાંજે 5.15 કલાકે તાજમહેલનું ભ્રમણ કરશે. તાજમહેલ પહોંચવા પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પ પરિવાર લગભગ 50 મિનીટ તાજમહેલ જોશે. સાંજે 6.45 કલાકે તે દિલ્હી માટે વિમાનમાં સવાર થશે અને સાંજે રાજધાની દિલ્હી પહોંચશે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં થશે તેમનું સ્વાગત
યાત્રાના બીજા દિવસે મંગળવારે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 કલાકે અધિકારીક રીતે સ્વાગત થશે. ત્યારબાદ 10 કલાકને 30 મિનીટ પર ટ્રમ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી અર્પિત કરસે. સવારે 11 કલાકે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે તેમની ઔપચારિક બેઠક થશે. બપોરે 12.40 મિનીટે હૈદરાબાદ હાઉસમાં જ સહમતિ પત્રોનું આદાન-પ્રદાન થશે.રાત્રે 10 કલાકે અમેરિકા માટે રવાના થશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમાર પહેલા જ બતાવી ચુક્યા છે કે, બંને દેશો વચ્ચે 5 એમઓયુ થશે. આ એમઓયુ બૌદ્ધિક સંપદા, વ્યાપાર સુવિધા અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે જોડાયેલા હશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે બપોરે લંચનું આયોજન કરશે. સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની પ્રથમ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. અહીં રાષ્ટ્રપતિ તેમના માટે ડિનરનું આયોજન કરશે. આ ડિનરમાં સત્તાપક્ષ સાથે-સાથે વિપક્ષી નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે. રાત્રે 10 કલાકે ટ્રમ્પ અમેરિકા માટે રવાના થશે.
First published: February 23, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,144

   
 • Total Confirmed

  1,682,220

  +78,568
 • Cured/Discharged

  375,093

   
 • Total DEATHS

  101,983

  +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres