Home /News /gujarat /

રાજ્યના વાતાવરણમાં પલટો,દ્વારકા, ભરૂચ, અંબાજીમાં કમોસમી વરસાદ

રાજ્યના વાતાવરણમાં પલટો,દ્વારકા, ભરૂચ, અંબાજીમાં કમોસમી વરસાદ

    મોસમના મિજાજમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.આકરા તાપની વચ્ચે ભરબપોરે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. દ્વારકાના જામખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો.તો સાથે જ ભરૂચ આમોદ પંથકમાં પણ બપોરના સમયે વરસાદી અમી છાંટણા વરસ્યા હતા.તો બીજી તરફ અંબાજીમાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ.જેને લઇ ખેડૂતો ચિતામાં મુકાઇ ગયા છે.



    કાળા વરસાદી વાદળો છતાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યુ છે. એક તરફ રાજકોટ, સુરત.અમદાવાદ,વડોદરા, જેવા સીટીમાં પારો 41 ડિગ્રી જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી 42 ડિગ્રી તામાન જોવા મળ્યુ હતુ.પણ વાતવરણ બદલાતા ગરમીનો પારો 39 ડિગ્રીએ જોવા મળ્યો હતો. અચાનક જ આટલી ગરમી વચ્ચે
    વરસાદ પડતા રાહદારીઓ પણ આશ્ચય ચકિત થયા હતા.



    ગરમીથી રાજ્યવાસીઓને થોડી ઘણી રાહત મળી છે.પણ મેગા સીટીમાં પારો યથાવત રહેતા લોકો ગરમીથી પોકારી ઉઠ્યા છે.છેલ્લા ચાર દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યુ છે.ત્યારે રાજ્યમાં સૌથી વધુ ગરમી ઈડરમાં નોંધાઈ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Atmosphere change, Gujrat, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन