શું રાજ્યમાં રેમડેસિવર ઇન્જેક્શનની અછત છે? ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નરે આપ્યો જવાબ

પ્રતિકાત્મક તસવીર

કોરોના દર્દીની સારવાર માટે રેમડેસિવર ઇન્જેક્શન વપરાશમાં લેવાય છે

  • Share this:
ગાંધીનગર : ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસો થકી રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આજ રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 13,860 ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે પૈકી અમદાવાદમાં 5478 ઇન્જેક્શન, વડોદરામાં 2290 ઇન્જેક્શન, સુરતમાં 1852 ઇન્જેક્શન, રાજકોટમાં 216 ઇન્જેક્શન, મહેસાણામાં 414 ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19,105 ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.આમ કુલ 32,965 ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પોલીસે લોકોને માસ્ક પહેરાવી જાગૃતિ ફેલાવી

રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા 30,000 ઇન્‍જેક્શનોનું દૈનિક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 6 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના 5000 દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે.

વધુમાં ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જાહેર જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરેલ છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.
Published by:Ashish Goyal
First published: