Home /News /gujarat /

સરકારી નોકરીમાં તમામ કેટેગરીમાં 5 વર્ષની વયમર્યાદા વધારાઈ

સરકારી નોકરીમાં તમામ કેટેગરીમાં 5 વર્ષની વયમર્યાદા વધારાઈ

ગાંધીનગરઃબિન અનામત વર્ગ માટેની યોજનાઓની આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદોની ઉપસ્થિતીમાં આ જાહેરાત કરાઇ હતી. મુખ્યમંત્રી આનંદીબેને રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં હવે તમામ કેટેગરીમાં 5 વર્ષની વયમર્યાદાનો લાભ અપાશે.સરકારી પરીક્ષામાં ભાગ લેવા માટે જિલ્લા સ્તરે તાલીમ કેન્દ્રો ખુલશે. સ્વ રોજગારી માટે મુદ્રા યોજના હેઠળ લોન મળશે. સરકાર લોનમાં આપવવામાં મદદ કરાશે. ત્રણ વર્ષ સુધી પાંચ ટકા વ્યાજ સહાય મળશે.

ગાંધીનગરઃબિન અનામત વર્ગ માટેની યોજનાઓની આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદોની ઉપસ્થિતીમાં આ જાહેરાત કરાઇ હતી. મુખ્યમંત્રી આનંદીબેને રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં હવે તમામ કેટેગરીમાં 5 વર્ષની વયમર્યાદાનો લાભ અપાશે.સરકારી પરીક્ષામાં ભાગ લેવા માટે જિલ્લા સ્તરે તાલીમ કેન્દ્રો ખુલશે. સ્વ રોજગારી માટે મુદ્રા યોજના હેઠળ લોન મળશે. સરકાર લોનમાં આપવવામાં મદદ કરાશે. ત્રણ વર્ષ સુધી પાંચ ટકા વ્યાજ સહાય મળશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃબિન અનામત વર્ગ માટેની યોજનાઓની આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદોની ઉપસ્થિતીમાં આ જાહેરાત કરાઇ હતી.
મુખ્યમંત્રી આનંદીબેને રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં હવે તમામ કેટેગરીમાં 5 વર્ષની વયમર્યાદાનો લાભ અપાશે.સરકારી પરીક્ષામાં ભાગ લેવા માટે જિલ્લા સ્તરે તાલીમ કેન્દ્રો ખુલશે. સ્વ રોજગારી માટે મુદ્રા યોજના હેઠળ લોન મળશે. સરકાર લોનમાં આપવવામાં મદદ કરાશે. ત્રણ વર્ષ સુધી પાંચ ટકા વ્યાજ સહાય મળશે.

હવે ખાનગી કોલેજો પણ વધુ ફી નહી લઇ શકે, ખાનગી કોલેજોમાં ફોર્મ ફી સરકારી કોલેજ પ્રમાણે લેશે. માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો અપાશે જેનો કુલ એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.

આવક મર્યાદા 4.5લાખ કરતા ઓછી હોય તેને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનો લાભ મળશે. જે આ વર્ષથી જ અમલી બનશે. અને બજેટમાં જોગવાઇ કરાશે.

જે વિદ્યાર્થીઓને પોતાના જિલ્લા બહાર પ્રવેશ મળે તેમને પ્રતિ માસ 1200 રૂપિયા હોસ્ટેલ ફી મળશે. મેડિકલ સ્ટુડન્ટ્સને પુસ્તકો,સાધનો માટે માથાદીઠ રૂ.10 હજાર, એન્જિ.ના વિદ્યાર્થીઓ રૂ.5 હજાર અપાશે.

મેડિકલ કોલેજોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની 50 ટકા ફી સરકાર ભરશે. 12 સાયન્સમાં 90 ટકાથી વધુ લાવનારને રૂ.2 લાખ સુધી સરકાર મદદ કરશે. 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને આ લાભ મળશે.

આર્ટસ,કોમર્સ,સાયન્સ,BCAમાં પણ 50 ટકા રાજ્ય સરકાર આપશે, અથવા વધુમાં વધુ 10 હજાર પ્રતિવર્ષ આપશે. 10-12 પછીના કોર્ષમાં 25 હજાર સુધીની સહાય અને સેલ્ફ ફાઈનાન્સ કોર્ષમાં 25 હજાર સુધીની સહાય અપાશે.

SC-ST-OBCના 100 વિદ્યાર્થીઓ મેરિટમાં હોય અને તેના સ્થાને જે પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સમાં જવું પડ્યુ હશે તેની ફી સરકાર ભરશે.

આનંદી બહેને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત નં.1 છે. હવે સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. 8500 કોન્સ્ટેબલની ભરતી થઈ, સામે પાટીદાર સમાજે ફક્ત 1.5 ટકા અરજી કરી છે. તો નોકરી ક્યાંથી મળે ?

સીએમ આનંદીબહેને પાટીદાર આંદોલન અને હાર્દિક પર નિશાન સાધતા કહ્યું હતું કે,'અમે કઈ પણ ખોટું કર્યુ નથી', 'ઈશ્વર આપણી સાથે છે', 'તબીબી શિક્ષણમાં 15 વર્ષમાં 404 ટકા-બેઠકમાં 403 ટકાનો વધારો' થયો છે. 'પાછલા 40 વર્ષનુ કામ છેલ્લા 15 વર્ષમાં થયુ છે'. 'આંદોલન કેવા વ્યક્તિઓના હાથમાં ગયુ છે તે સમજી શકો છો'. 'છેલ્લા બે માસથી આપણે તમામ પરેશાન હતા'.માહિતામા અભાવે ક્યારેક ખોટી ચર્ચાઓ થાય છે. વડાપ્રધાને બનાવેલ મોડલમાં આ સ્થિતિ થાય ત્યારે ચિંતા થાય છે.

એન્જિ. 2001માં 13 કોલેજોમાં 8231 સીટો હતી. આજે 136 કોલેજોમાં 71,829 સીટો છે. 2015માં ફાર્મસીમાં 67 કોલેજોમા 4344 સીટો હતી. 2001માં માત્ર 201 સીટો હતી.

વડોદરામાં 50,અમદાવાદ વીએસમાં 150 બેઠકો વધારાશે. વડનગરમાં 150, સુરતમાં 100 બેઠકો 2017-18માં વધશે. સરકારી કોલેજોમાં 100 ટકા સરકારી ક્વોટા કરાશે. ખાનગી કોલેજોમાં 75 ટકા બેઠકો મેરિટ પ્રમાણે ભરાય છે.

આ સરકાર વર્ષ 2017 સુધી ટકશેઃ આનંદીબહેન પટેલ

સીએમે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સંચાલિત 6 મેડિકલ કોલેજમાં 1080 બેઠકો છે. તેમાં વાર્ષિક ફી માત્ર છ હજાર છે છતાં CHC/PHCમાં ડોક્ટર્સ હોતા નથી.આનંદી બહેને વધુમાં કહ્યું હતું કે,આ સરકાર વર્ષ 2017 સુધી ટકશે ચિંતા ન કરતા પૂરો સમય પૂર્ણ કરીશું.બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં રોજગારી 70 ટકા છે. મારી સરકાર કદાચ પહેલી હશે જેણે આંદોલનકારીઓને બોલાવી શું મળી શકે તે સમજાવ્યું છે.
First published:

Tags: અનામત માંગ, આનંદીબહેન પટેલ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજ્ય સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन