હવે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત, દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે

News18 Gujarati
Updated: July 10, 2020, 9:13 PM IST
હવે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત, દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે
પ્રતિકાત્મક તસવીર

નોંધણી અધિનિયમ 1908માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. 27/2018 ને મહામહિમ રાષ્ટ્રપતિની મંજૂરી

  • Share this:
ગાંધીનગર : મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આજે જમીનને લગતી મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કબજા સાથેના પાવર ઓફ એટર્ની હોય તો હવે તેની નોંધણી ફરજિયાત છે. હાલ કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નથી. રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજુ થતા દસ્તાવેજોમાં નોંધણી કર્યા વગરના નોટરી સમક્ષ થયેલા મુખત્યારનામાં (પાવર ઓફ એટર્ની) નો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે પક્ષકારોની મિલકત હડપ કરી લેવાના, છેતરપિંડી કરી દસ્તાવેજ નોંધણી કરાવી લેવાના ઘણા બધા બનાવો બનતા હતાં.

આવા નોંધણી કરાવ્યા વગરના મુખત્યારનામાનો ઉપયોગ કરી ખોટી રીતે છેતરપિંડીથી ભુમાફિયાઓ દ્વારા થતી પ્રવૃતિને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા આ સુધારા અધિનિયમથી કબજા વગરના પાવર ઓફ એટર્નીના લેખને પણ ફરજિયાત નોંધણીપાત્ર કરવામાં આવેલ છે. આમ હવેથી મહેસૂલ વિભાગ દ્વારા સ્થાવર મિલકતના તમામ પ્રકારના કબજા સાથેના કે કબજા વગરના મુખત્યારનામાઓ(પાવર ઓફ એટર્ની) ની નોંધણી ફરજિયાત થશે.

મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે દસ્તાવેજની હાલની નોંધણી પદ્ધતિ મુજબ દસ્તાવેજ નોંધણી માટે રૂબરૂ જવાનું હોય છે. પરંતુ આ સુધારા અધિનિયમથી કોઇ પણ વ્યકતિ દસ્તાવેજની ઓનલાઇન નોંધણી કરાવી શક્શે. જો કોઈ વ્યક્તિએ ઘરે બેઠાં ઓનલાઈન નોંધણી કરાવવી હોય તો, આઇ-ગરવી પોર્ટલ પર ઓનલાઈન દસ્તાવેજની નોંધણી તેમજ પેમેન્ટ પણ કરી શકશે. જોકે, ઓનલાઇન નોંધણી કરાવ્યાં બાદ વેરીફીકેશન માટે પક્ષકારોએ એક વખત સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને તેમની સહી, અગંઠાનું નિશાન અને કબુલાત/ઓળખાણ આપવાની રહેશે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ, 24 કલાકમાં 441 દર્દી સાજા થયા

ઓનલાઇન દસ્તાવેજની નોંધણીના માધ્યમથી નાગરિકોને વધુ સુરક્ષિત, સરળ, ઝડપી અને પારદર્શી બનશે જેથી ઓનલાઇન દસ્તાવેજની નોંધણી પ્રક્રીયાનો આ નિર્ણય નાગરિકો માટે મહત્વનો પુરવાર સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દસ્તાવેજો નોંધણી માટે દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરાવી લેનાર તેમજ ઓળખ આપનારના ઓળખના પુરાવા લેવામાં આવે છે. પરંતુ આ બાબતમાં અધિનિયમમાં કોઈ જોગવાઈ ન હતી. હવે આ સુધારા અધિનિયમથી પુરાવા લેવાની જોગવાઇ ઉમેરીને તેને વૈધાનિક પીઠબળ પૂરૂં પાડવામાં આવેલ છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા હરાજીથી અથવા એલોટમેન્ટ અથવા વેચાણથી આપવામાં આવતાં વેચાણપત્રો (સેલ સર્ટીફિકેટ) ને પણ ફરજિયાત નોંધણી પાત્ર બનાવેલ છે.

કોઇ કોર્ટ કોઇ મિલકતના જપ્તીના હુકમ કરે તો તે હુકમનામાની નકલો પણ જે તે સબ રજીસ્ટ્રારના રેકર્ડ પર રહે તે માટે મોકલવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે અને જો આ અંગે કોઈ ચૂક થાય તો શિક્ષાની પણ જોગવાઈ દાખલ કરવામાં આવે છે. રાજય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકોને ખૂબ જ મોટી રાહત થશે.
Published by: Ashish Goyal
First published: July 10, 2020, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading