રક્ષાબંધનનો તહેવાર આવતી કાલે છે ત્યારે આપનાં સ્નેહીજનને ઘરે જમવાનું નિમંત્રણ આપો છો તો તેમનાં માટે મિષ્ટાનમાં કંઇક હટકે બનાવો. આ વખતે તેમનાં માટે 'ઘેબર' બનાવો. ચાલો ત્યારે નોંધી લો ઘેબર બનાવવાની રીત. આ સાથે જ અમે આપની માટે અહીં માસ્ટર શેફ રણવી બ્રારનો વીડિયો પણ શેર કરી રહ્યાં છીએ. આપ તે જોઇને પણ ઘેબર બનાવશો તો આપને વધુ સહેલુ પડશે.
સામગ્રી -
એક વાડકી મેંદો
દોઢ કપ પાણી
1 ચમચી પીળો રંગ
1 મોટી ચમચી જામેલુ ઘી
દોઢ કપ બરફનું ઠંડુ પાણી
બે વાડકી ખાંડ
ગુલાબના પાંદડા
પિસ્તા, બદામ કતરણ
તળવા માટે ઘી,
માટલું મૂકવાનો કાંટલો
રીત-
-સૌ પ્રથમ જામેલું ઘી લઈને એક વાસણમાં બરફના પાણે સાથે ભેળવી ખૂબ ફેંટો.
-લગભગ 5 મિનિટ પછી ઘી માંથી પાણી બહાર નીકળી જશે.
-પાણી નિતારીને તેમાં થોડો થોડો કરીને મેંદો નાખીને ફેંટો. ભજીયાથી પણ પાતળુ ખીરું તૈયાર થઈ જશે
-હવે એક નાનકડી કઢાઈમાં માટલું મુકવાનો કાંટલો મુકો. તેમાં ઘી નાખીને ગરમ કરો.
-જ્યારે ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારે રીંગની વચ્ચે ધીરે ધીરે મેંદાનું ખીરું રેડતાં જાવ.
-રિંગ લગભગ અડધી ડૂબેલી હોવી જોઈએ. જ્યારે થોડી બદામી થવા માંડે, ત્યારે એક તારના મદદથી ઘેવરને ઉઠાવી લો.
-તેના પર 3-4 વાર દોઢ તારની ગરમ ચાશની નાખો.
-તેને બદામ, પિસ્તાની કતરણથી સજાવો.
-ઈચ્છા હોય તો ચાંદીની વરક પણ લગાવી શકો છો.
Published by:Margi Pandya
First published:August 02, 2020, 12:09 pm