RBI SO Recruitment 2022 : બેંકિંગ ક્ષેત્રમાં નોકરી (Banking job) શોધનાર લોકોની સંખ્યા ખૂબ મોટી છે. ઉમેદવારો સમયાંતરે બેન્કો (Banks) દ્વારા જાહેર થતી ભરતીમાં નોકરી મળી જાય તેવા પ્રયાસ કરતા હોય છે. દેશની ટોચની સરકારી અને પ્રાઇવેટ બેન્કો દ્વારા અવારનવાર ભરતી (RBI SO Recruitment 2022)ની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરવા ઇચ્છુક લોકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં તેની વેબસાઇટ rbi.org.in પર સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી માટેનું (RBI SO Recruitmemnt 2022 Notification) નોટિફિકેશન બહાર પાડવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, RBI સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ઓનલાઇન એપ્લિકેશન લિંક 15 જાન્યુઆરી, 2022ના રોજ ઉપલબ્ધ થશે. આ પોસ્ટ પર નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 4 ફેબ્રુઆરી 2022 સુધી (RBI SO Recruitment 2022 Last Date of Online Application) અરજી કરી શકશે.
અરજદારોને 6 માર્ચ, 2022ના રોજ ઓનલાઇન / લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લો ઓફિસર, મેનેજર (સિવિલ), મેનેજર (ઇલેક્ટ્રિકલ), લાઇબ્રેરી પ્રોફેશનલ ગ્રેડ એ, આર્કિટેક્ટ, ફુલ ટાઇમ ક્યુરેટર પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આ ભરતીનો નોટિફિકેશન નંબર 1/2021-22 છે.
આ તારીખો યાદ રાખવી જરૂરી
RBIના સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટેની એપ્લિકેશનનો પ્રારંભ તા.15 જાન્યુઆરી 2022થી થશે. જ્યારે છેલ્લી તા. 4 ફેબ્રુઆરી 2022 રહેશે. બીજી તરફ પરીક્ષાની તા. 6 માર્ચ 2022 રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં તેની વેબસાઇટ rbi.org.in પર સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી માટેનું જાહેરનામું બહાર પાડવા જઈ રહી છે. આ ભરતી માટે અરજીનો પ્રારંભ તા.15 જાન્યુઆરી 2022થી થશે. જ્યારે છેલ્લી તા. 04 ફેબ્રુઆરી 2022 રહેશે. બીજી તરફ પરીક્ષાની તા. 06 માર્ચ 2022 રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર