Home /News /gujarat /

રવિન્દ્ર જાડેજાએ આવી રીતે પહેરાવી રિવાબાને સગાઇની રિંગ

રાજકોટઃ રાજકોટની જડ્ડુઝ હોટલમાં આજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા અને રિવાબાની શાસ્ત્રોક્ત વિધીથી સગાઇ કરાઇ હતી. રવિન્દ્ર જાડેજાએ રિવાબાને આગવી અદામાં સગાઇની અંગુઠી પહેરાવી હતી. ત્યારે રવિન્દ્રના ચાહકો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. એક રીતે ક્રિકેટના મેદાનમાં વિરોધીઓના છક્કા છોડાવનારા રવિન્દ્રને રિવાબાએ ક્લિન બોલ્ડ કર્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
રાજકોટઃ રાજકોટની જડ્ડુઝ હોટલમાં આજે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા અને રિવાબાની શાસ્ત્રોક્ત વિધીથી સગાઇ કરાઇ હતી. રવિન્દ્ર જાડેજાએ રિવાબાને આગવી અદામાં સગાઇની અંગુઠી પહેરાવી હતી. ત્યારે રવિન્દ્રના ચાહકો અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. એક રીતે ક્રિકેટના મેદાનમાં વિરોધીઓના છક્કા છોડાવનારા રવિન્દ્રને રિવાબાએ ક્લિન બોલ્ડ કર્યા હતા.

ravindra-rivaba
સગાઇવિધી દરમિયાન રીવાબાને સાડી અને સોગાદોની છાબ અપાઈ હતી. હોટલમાં સગાઈને લઈ ખાસ રજવાડી થીમ તૈયાર કરવામાં આવી હતી. સગાઈમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને હાજરી આપી હતી. સગાવ્હાલાઓ અને શુભેચ્છકો દ્વારા શુભકામના પાઠવાઈ હતી. રાજકોટના અમીન માર્ગ પર આવેલા બ્યુટીપાર્લરમાં રીવાબા તૈયાર થયા બાદ જડ્ડુસ રેસ્ટોરા પહોંચ્યા હતા.રીવાબાએ સગાઇમાં લોંગ ડ્રેસ પહેર્યો હતો અને માથામાં ગુલાબનું ફૂલ લગાવેલું હતું.

રવીન્દ્રના ભાવિ સસરા હરદેવસિંહ સોલંકી સહિત પરિવાર રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત સરિતા વિહાર સોસાયટીમાં રહે છે.હરદેવસિંહનો પરિવાર અને તેમના પિતા મૂળ કેશોદ નજીકના બાલાગામના છે. હરદેવસિંહ સોલંકીને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢિયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ છે. રીવાબાએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્યારે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. રીવાબા તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન છે. તેમના માતા પ્રફુલબા રાજકોટ રેલવેમાં ફરજ બજાવે છે.
First published:

Tags: ક્રિકેટર, ખેલાડી, ગુજરાત, રવિન્દ્ર જાડેજા, રાજકોટ

આગામી સમાચાર