આખી દુનિયાએ વર્ષ 2022નું (New Year 2022) જોરશોરથી અને પોતાની આગવી શૈલીમાં સ્વાગત કર્યું. ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ વર્ષ 2022નું (Ravi Shastri New Year Celebration) પોતાની રીતે સ્વાગત કર્યું. તેણે અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) સાથેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Ravi shastri Dance video) પર શેર કર્યો છે, જેમાં તે ડાન્સ ફ્લોર પર રણવીર સિંહ સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયો શેર કરવાની સાથે રવિ શાસ્ત્રીએ રણવીરને ડાન્સની ટિપ્સ (Ranveer Singh Ravi Shastri Dance Video) આપવા બદલ આભાર પણ માન્યો હતો. તેણે લખ્યું કે 2022માં આવી રીતે જવા માંગુ છું. રણવીર સિંહને ડાન્સ ટિપ્સ આપવા બદલ આભાર. 2022 તમારામાંના દરેક માટે અદ્ભુત, સ્વસ્થ અને પ્રેરણાદાયક વર્ષ બની રહે.
શાસ્ત્રીએ શેર કરેલો વીડિયો ફિલ્મ 83ની પ્રીમિયર નાઈટનો છે જેમાં બંનેએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. 1983 વર્લ્ડ કપ (1983 World Cup)ની વિજય ગાથા પર આધારિત આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા સેલેબ્સ અને મીડિયા માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ (83 Film Screening) રાખવામાં આવ્યું હતું, જેમાં 1983ના વર્લ્ડ કપમાં સામેલ તમામ ખેલાડીઓને બોલાવવામાં આવ્યા હતા.
આ સ્ક્રિનિંગમાં શાસ્ત્રી અને સિંઘે હમ બને તુમ બને એક દૂજે કે લીયે.... ગીત પર જબરો ડાન્સ કર્યો હતો. રણવીર સિંહે રવિ શાસ્ત્રીના આ વીડિયો પર કમેન્ટમાં લખ્યું હતું કે રવિ તું રોકસ્ટાર છે.
રવિ શાસ્ત્રીનો ભારતીય ટીમના કોચ તરીકે તાજેતરમાં જ કાર્યકાળ સમાપ્ત થયો છે. રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની જોડીનો કાર્યકાળ સમાપ્ત કરી બોર્ડ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ યુગની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે રાહુલ દ્રવિડ યુગમા નવા કેપ્ટન તરીકે કે.એલ. રાહુલને પણ ગ્રુપ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રણવીર સિંહે કપિલદેવનો જે અભિયન કર્યો છે અને સમગ્ર કલાકારોએ 83ના વર્લ્ડકપની સ્મૃતિને વાગોળતી જે આ ફિલ્મ બનાવની છે તેના પર દેશ વારી ગયો છે. ફિલ્મના ચોમેરથી વખાણ થઈ રહ્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર