તનુશ્રી મામલે બોલી રવીના, 'નાનાના ગુસ્સા વિશે મે પણ સાંભળ્યુ છે'

News18 Gujarati
Updated: October 1, 2018, 9:16 AM IST
તનુશ્રી મામલે બોલી રવીના, 'નાનાના ગુસ્સા વિશે મે પણ સાંભળ્યુ છે'
તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડને કહ્યું કે, આ મુદ્દા પર લોકોની ચુપ્પી દર્દનાક છે આપણે મહિલા સશક્તિકરણ પર ફિલ્મો બનાવીએ છીએ પણ તેનાં પક્ષમાં વાત નથી મુકી શકતા

તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડને કહ્યું કે, આ મુદ્દા પર લોકોની ચુપ્પી દર્દનાક છે આપણે મહિલા સશક્તિકરણ પર ફિલ્મો બનાવીએ છીએ પણ તેનાં પક્ષમાં વાત નથી મુકી શકતા

  • Share this:
'આશિક બનાયા આપને' ફેઇમ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. આ મુદ્દે બોલિવૂડ બે ભાગમાં વહેચાઇ ગયુ છે. જ્યાં એક તરફ ઘણાં સેલિબ્રિટીઝ નાના પાટેકરનો સાથ આપી રહ્યાં છે ત્યાં ઘણાં સ્ટાર્સ ખુલીને તનુશ્રીનો સપોર્ટ કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા, ટ્વિંકલ ખન્ના, સોનમ કપૂર, ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ બાદ હવે રવીના ટંડને પણ આ મામલે ખુલીને પોતાનો પક્ષ મુક્યો છે. રવીનાએ નાના પાટેકરની સાથે ફિલ્મ 'ગુલામ-એ-મુસ્તફા'માં સાથે કર્યુ છે. જેને કરાણે તે તેને નજીકથી ઓળખે છે.

રવીના ટંડને આ મામલે એક-બે નહીં પણ પાંચ પાંચી ટ્વીટ કરી છે. તેણે ટ્વિટમાં લખ્યુ છે કે, 'આપણી ઇન્ડસ્ટ્રી આપણી મહિલાને સુરક્ષિત મહેસૂસ કરવવામાં અસફળ રહી છે. આપણે મહિલા સશક્તિકરણ પર ફિલ્મો બનાવીએ છીએ જે સંપૂર્ણ રીતે ખોખલી વાત છે. તનુશ્રી મામલે લોકોની ચુપ્પી દર્દનાક છે.'


પોતાની ટ્વીટને આગળ વધારતા રવીનાએ લખ્યુ છે કે, 'આ ઘટનાનો કોઇ પુરાવો નથી પણ આ ઘટનાએ તેની સંપૂર્ણ જીંદગી બદલી નાંખી મે નાના સથે કામ કર્યુ છે અને તેમનાં ગુસ્સા અંગે પણ સાંભળ્યુ છે. મે ક્યારેય જોયો નથી. જ્યારે તેમણે મારી મદદ કરી છે.
રવીનાએ આ વિશે પત્રકારિતા અને સોશિયલ મીડિયામાં આવેલા બદલાવ અંગે પણ વાત કરી છે. અને તનુશ્રી માટે ઇંસાફ થાય તેવી પણ માંગ કરી છે.

નાના પાટેકર અને તનુશ્રી વિવાદ અંગે વધુ વાંચો-

-'નાના પાટેકરની એક ડાર્ક સાઇડ પણ છે,' ડિમ્પલ કાપડિયાનો વીડિયો વાયરલ
-તનુશ્રીને મળ્યો કંગનાનો સાથ, નાના પાટેકર અંગે આપ્યુ ચોકાવનારુ નિવેદન
-રાખી સાવંતે તનુશ્રી દત્તાને લઇને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
-તનુશ્રી વિવાદ બાદ શૂટિંગ પર નથી આવતા નાના પાટેકર
-સાચું કોણ?: તનુશ્રીનાં આરોપો નાના પાટેકરે ફગાવ્યા, કહ્યુ- કાયદાકીય પગલાં લઇશ
-નાના પાટેકર બાદ વિવેક પર તનુશ્રીનો આરોપ, કહ્યું હતું- 'ઉતારો કપડા'
First published: October 1, 2018, 9:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading