સુરત : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat board)દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ (GSEB HSC Result 2022) જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પણ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. સુરતમાં (Surat)આ વર્ષે 643 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પાસ થયા છે. જેમાં સુરત આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના (Ashadeep Group Of Schools)વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરતના આશાદીપ સ્કૂલના A1 ગ્રેડમાં 143 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતી રત્નકલાકર પરિવારની વિદ્યાર્થિની ગોપી વઘાસીયા પ્રથમ આવી છે. ગોપી વઘાસીયાને 96.28 સાથે એવન ગ્રેડ મળ્યો છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-12માં એ વન ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ઘણા વર્ષોથી સુરતમાં હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતાનીમહેનત વિશે ગોપીએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા કોરોનાનો સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં એકબીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા. અમે આઠથી દસ કલાક મહેનત કરતા હતા. શિક્ષકો અને માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો.
ગોપીએ જણાવ્યું હતું કે ધોરણ 12 માં ખૂબ મહેનત કરી હતી અને આગામી સમયમાં સીએ બનીને પરિવારને મદદરૂપ થવાની ઇચ્છા છે. પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કરવું છે. મારા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.
પરિણામ પછી ગરબા રમ્યા
પરિણામ જાહેર થયા પછી સુરત આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માથે ફેટા બાંધી ગરબે ઝુમતા જોવા મળ્યા હતા. સારા પરિણામ આવતા બધા જ ખુશ જણાતા હતા. જેનો આનંદ ગરબામાં જોવા મળતો હતો. સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સુરતનું પરિણામ 87.52 ટકા જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં A1 ગ્રેડમાં સુરતના 643 વિદ્યાર્થીઓ છે. જ્યારે A2 ગ્રેડમાં સુરતના જ 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર