ઘરે બેઠા બેઠા જ રેશન કાર્ડમાં જોડો પરિવારનાં સભ્યનું નામ, એકદમ સરળ છે પ્રોસેસ

News18 Gujarati
Updated: June 27, 2020, 9:02 AM IST
ઘરે બેઠા બેઠા જ રેશન કાર્ડમાં જોડો પરિવારનાં સભ્યનું નામ, એકદમ સરળ છે પ્રોસેસ
અમલ બાદ કોઈપણ રેશન કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી રેશન મેળવી શકશે.

અમલ બાદ કોઈપણ રેશન કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી રેશન મેળવી શકશે.

  • Share this:
ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રેશન કાર્ડ (Ration Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે લૉકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર આ કાર્ડ દ્વારા અનાજના વિતરણ માટે મોટા પાયે કામ કરી રહી છે. જેથી કોઈ ગરીબ ભૂખ્યા ન રહે. આ સિવાય ઘણી સરકારી યોજનાઓમાં રેશન કાર્ડ હોવું ફરજિયાત છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે, મહત્વપૂર્ણ દસ્તાવેજો હંમેશાં અપડેટ કરવામાં આવે જેથી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય. તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ’ (One Nation One Ration Card) લાગૂ કરવાની જાહેરાત કરી છે. તેના અમલ બાદ કોઈપણ રેશન કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી રેશન મેળવી શકશે.

જેથી આપણને જાણવું જરૂરી છે કે રેશન કાર્ડમાં જો પરિવારના કોઈ સભ્યનું નામ બાકી છે, તો તેને ઘરે બેઠા કેવી રીતે અપડેટ કરવું. રેશન કાર્ડ્સ ઓનલાઇન અથવા ઓફલાઇન અપડેટ કરી શકાય છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે?

1. જો તમે આ કાર્ડમાં કોઈ બાળકનું નામ ઉમેરવા માંગતા હો, તો ઘરના વડાનું રેશનકાર્ડ હોવું ફરજિયાત છે. તેની ફોટોકોપી અને અસલ હોવું જોઈએ. આ સિવાય બાળકનો જન્મ પ્રમાણપત્ર, માતાપિતાના આધારકાર્ડ પણ હોવા જોઈએ.

2. જો ઘરમાં લગ્ન પછી પુત્રવધૂનું નામ રેશન કાર્ડમાં ઉમેરવું હોય તો, આ માટે તમારે સ્ત્રીનું આધારકાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર, પતિના રેશન કાર્ડની ફોટોકોપી અને અસલ નકલ હોવી જોઈએ. આ ઉપરાંત માતા-પિતાના ઘરે જે રેશન કાર્ડ હતું તે નામ કાઢી નાખવા માટેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

આ માહિતી ઘરે ઓનલાઇન કેવી રીતે અપડેટ કરવી?

  • રેશન કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરવા માટે, સંબંધિત રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. પ્રથમ વખત, તમારે આ વેબસાઇટ પર લોગ ઇન આઈડી બનાવવું પડશે, જે થોડીવારમાં પુરૂં થઈ જશે.

  • લોગઇન કર્યા પછી, તમારી પાસે આ વેબસાઇટના હોમપેજ પર નવા સભ્યનું નામ ઉમેરવાનો વિકલ્પ હશે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક નવું ફોર્મ ખુલશે.

  • આ ફોર્મમાં, તમારે નવા કુટુંબના સભ્યોની સંપૂર્ણ માહિતી સચોટપણે ભરવાની રહેશે.

  • આગળના સ્ટેપમાં, આ ફોર્મની સાથે, તમારે ઉપરોક્ત તમામ દસ્તાવેજોની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે. આ પછી ફોર્મ જમા કરાવવું પડશે.

  • ફોર્મ સબમિટ થયા પછી, તમને રજિસ્ટ્રેશન નંબર મળશે, જેના દ્વારા તમે આ વેબસાઇટ પર લોગઇન કરી ફોર્મને ટ્રેક કરી શકો છો.


આ પણ વાંચો - પેટ્રોલ-ડીઝલના ભાવે આમ આદમીની ચિંતા વધારી, સતત 21માં દિવસે કિંમતમાં વધારો, જાણો આજનો ભાવ

આ પણ જુઓ - 


  • આ ફોર્મ અને દસ્તાવેજોની અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે. જો તમે આપેલી બધી માહિતી સાચી છે, તો આ ફોર્મ સ્વીકારવામાં આવશે અને રેશન કાર્ડ પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર મોકલવામાં આવશે.

First published: June 27, 2020, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading