અમદાવાદમાં રથયાત્રા મંદિરની બહાર નહી નીકળે, હાઇકોર્ટે કહ્યું- લોકોના જીવની ચિંતા કરે સરકાર


Updated: June 23, 2020, 4:23 AM IST
અમદાવાદમાં રથયાત્રા મંદિરની બહાર નહી નીકળે, હાઇકોર્ટે કહ્યું- લોકોના જીવની ચિંતા કરે સરકાર
રથયાત્રા કાઢવાને લઇને હાઇકોર્ટે ટકોર કરી હતી કે લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. કોરોનાની મહામારીમાં ચલાવી શકાય નહી

રથયાત્રા કાઢવાને લઇને હાઇકોર્ટે ટકોર કરી હતી કે લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. કોરોનાની મહામારીમાં ચલાવી શકાય નહી

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવી કે નહી તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે રથયાત્રાને મંદિરની બહાર ના કાઢવાનું જણાવ્યુ હતું. સાથે જ સરકારને લોકોના જીવની ચિંતા કરવાનું જણાવ્યુ હતું. મોડી રાત્રે આ નિર્ણય લેવાયો હતો.

રથયાત્રા કાઢવાને લઇને હાઇકોર્ટે ટકોર કરી હતી કે લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. કોરોનાની મહામારીમાં ચલાવી શકાય નહી. સરકારે કોર્ટના હુકમમાં સુધારાની માંગણી કરી હતી. જવાબમાં કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે સરકારે અગાઉનું સ્ટેન્ડ કેમ બદલવુ પડ્યુ? સરકાર ચાહે એવુ ચલાવી લેવાય નહી. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે પુરી જગન્નાથ રથયાત્રાને મંજુરી આપી છે તો અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે પુરી અને અમદાવાદ રથયાત્રાની સરખામણી ના થાય.


આ પણ વાંચો - ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ

સરકારે રથયાત્રા કાઢવા માટે કર્ફ્યૂ લાદવાની ભલામણ પણ કરી હતી. જોકે, હાઇકોર્ટે નોંધ્યુ કે કર્ફ્યૂના નામે મહામારીમાં લોકોને હેરાન ના કરાય. શ્રદ્ધાએ અંતરઆત્માના સંતોષ માટે છે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે લોકો વગર રથયાત્રા કાઢવાનો કોઇ અર્થ નથી. હાઇકોર્ટે કહ્યું કે રથયાત્રા મંદિર બહાર નહી નીકળે. લોકો રથના દર્શન કરે એ બરાબર રહેશે. ધાર્મિક લાગણીને લઇને પણ હાઇકોર્ટે સવાલ કર્યો હતો. હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા લોકોના જીવની ચિંતા કરવાનું પણ કહ્યું હતું.
First published: June 23, 2020, 4:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading