માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થશે સુરત-ભાવનગરની સફર, જાણો શું હશે વન-વે ટ્રીપનો ભાવ

Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 12:00 PM IST
માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થશે સુરત-ભાવનગરની સફર, જાણો શું હશે વન-વે ટ્રીપનો ભાવ
Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 12:00 PM IST
મહત્વનાં  મુદ્દા
-15 નવેમ્બરથી ઓનલાઇન બુકીંગ શરૂ
-સીંગલ ટ્રીપનો ભાવ 500 રૂપિયા
-એક વર્ષ સુધીનાં બાળકો માટે ફ્રી મુસાફરી

-જહાજમાં મુસાફરો માટે ડ્રીંકીંગ વોટરની ફ્રી સેવા
-ઓનલાઇન બૂકિંગ પર 12 રૂ. એક્સ્ટ્રા ચાર્જ
-8 કલાકનું અંતર દોઢ કલાકમાં થશે પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે ચાલુ કરવામાં આવેલી દહેજ-ઘોઘા ફેરી સેવા ટૂક સમયમાં જ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે. આ સાથે જ પેસેન્જર માટે વન-વેનું ભઆડુ માત્ર 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ સર્વિસથી માત્ર દોઢ કલાકની અદંર જ દહેજ અને ઘોઘાનું અંતર કાપી શકાશે આ સમુદ્રી સફર મુસાફરોને રોમાંચીત કરનારી રહેશે.

ભરૂચથી ભાવનગરનાં અંતરને જે 7થી 8 કલાકનો સમય લાગતો તો તે ઘટીને માત્ર દોઢ કલાક થઇ ગયો છે. જેથી વેપાર રોજગારને નવી તકો મળશે. ફેરી સર્વિસમાં એક વર્ષ સુધીના બાળકની ટિકીટ ફ્રી રાખવામાં આવી છે. બંન્ને ટર્મીનલ ખાતે બોર્ડિંગથી શીપ સુધી લઈ જવા મુસાફરો માટે લકઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડિગ પાસ ચેક થયા બાદ જ
જહાજમાં એન્ટ્રી આપવામાં આવશે. જહાજમાં મુસાફરો માટે ડ્રીકીંગ વોટર ફ્રી આપવામાં આવશે.

હાલ ખાનગી ઓપરેટર કંપની દ્વારા ઓનલાઈન બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. મુસાફરો ૧પ નવેમ્બર સુધી ઓનલાઈન બુકીંગ હાલ સીંગલ ટ્રીપ કે રાઉન્ડ ટ્રીપ મુજબ કરાવી શકે છે.ઓનલાઈન બુકિંગ પર રૂ.12 એકસ્ટ્રા ચાર્જ ચુકવવાનો રહેશે.

ખાનગી ઓપરેટર કંપની ઈન્ડીગો સી વેઝ પ્રા.લિ. ની વેબસાઈટ કે એપ ડાઉનલોડ કરી ઓનલાઈન બુકિંગ કરાવનાર મુસાફરને ટિકિટ ઉપર ઈન્ટરનેટર અને જીએસટી સાથે એકસ્ટ્રા 12 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જેમા ઈન્ટરનેટ બુકિંગના 10 રૂપિયા અને 2 રૂપિયા જીએસટીના પેસેન્જર દીઠ ફેરીના ફેરમા ઓનલાઈન બુકિંગ પર સામેલ છે.
First published: October 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर